રિલાયન્સે એટલો નફો કર્યો કે આવું કરનારી દેશની પહેલી કંપની બની ગઇ

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ કંપની પરિણામો જાહેર કર્યા તેમાં રેકોર્ડ બનાવી દીધો છે. રિલાયન્સે 1લાખ કરોડ કરતા વધારે નફો કર્યો છે અને આવું કરનારી તે દેશની પહેલી કંપની બની ગઇ છે. વર્ષ 2023-24માં રિલાયન્સની આવક 10 લાખ કરોડ રૂપિયા કરતા વધારે હતી.

મુકેશ અંબાણીની રિલાયન્સ કંપનીના 4 મુખ્ય સેગમેન્ટ છે. ઓઇલ ટુ કેમિકલ, ઓઇલ એન્ડ ગેસ, રિટેલ અને ટેલીકોમ. રિલાયન્સનો ટેલીકોમ બિઝનેસ JIO નામ હેઠળ છે ત્રિમાસિક ગાળામાં 1.09 કરોડ નવા સબસ્ક્રાઇર ઉમેરાયા છે. JIOનો નફો 5337 કરોડ રૂપિયા થયો છે.

રિલાયન્સ રિટેલે ચોથા ત્રિમાસિક ગાળામાં દેશમાં 1840 નવા સ્ટોર ખોલ્યા છે. કુલ સ્ટોરની સંખ્યા 18,836 પર પહોંચી ઘઇ છે. રિલાયન્સ ઓઇલ ટુ કેમિકલની વાર્ષિક આધારે આવક 11 ટકા વધી છે. રિલાયન્સે શેરહોલ્ડર્સ માટે શેર દીઠ 10 રૂપિયાનું ડિવિડન્ડ જાહેર કર્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp