રિલાયન્સના માર્કેટે કેપ ઇતિહાસ બનાવી દીધો, શેરનો ભાવ પણ ઓલ ટાઇમ હાઇ
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનું માર્કેટ કેપ 20 લાખ કરોડ રૂપિયા પર પહોંચી ગયું છે. મુંબઇ શેરબજારમાં રિલાયન્સ માર્કેટ કેપમાં લીડર છે. બીજા નંબરે TCS આવે છે જેનું માર્કેટ કેપ 15 લાખ કરોડ રૂપિયા છે.
રિલાયન્સના માર્કેટ કેપમાં છેલ્લાં 2 સપ્તાહમાં જ 2 લાખ કરોડ રૂપિયાનો વધારો થયો છે. મંગળવારે શેરનો ભાવ પણ ઓલટાઇમ હાઇ 2958 પર પહોંચી ગયો હતો.
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનું માર્કેટ કેપ વર્ષ 2005માં માત્ર 1 લાખ કરોડ રૂપિયા હતું. મતલબ કે છેલ્લાં 14 વર્ષમાં જ 19 લાખ કરોડ રૂપિયા વધી ગયું છે. 10 વર્ષ પહેલાં રિલાયન્સનો શેર 500 રૂપિયામાં મળતો હતો, આજે 2958 પર પહોંચ્યો છે.
વર્ષ 2019માં રિલાયન્સનું માર્કેટ કેપ 10 લાખ કરોડ હતું, મતલબ કે 5 વર્ષમાં ડબલ થઇ ગયું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp