સેબી ચેરપર્સન માધબી બુચે કહ્યું-શેરબજારમાં આવી રહ્યો છે મોટો બદલાવ,રોકાણકારોને..

PC: tradebrains.in

ભારતીય શેરબજારમાં એક મોટો બદલાવ આવી રહ્યો છે. જે ચેંજ શેર ટ્રેડિંગ કરનારા રોકાણકારોને ખાસ ફાયદાકારક રહેશે. નવો બદલાવ એવો છે કે જે દિવસે ટ્રેડીંગ થશે એ જ દિવસે ખરીદી અને વેચાણનું પેમેન્ટ થઇ જશે.મતલબ કે આજે શેર ખરીદો એટલે એ જ દિવસે પેમેન્ટ આપી દેવાનું અને વેચાણ કરો એટલે એજ દિવસે પેમેન્ટ મળી જાય. બીજા શબ્દોમાં કહીએ તો ભારતમાં શેર ટ્રેડિંગ માટે T+0 સિસ્ટમ લાગુ કરવામાં આવશે. આ ફેરફાર માર્ચ 2024થી અમલમાં આવી શકે છે.તેના વિશે વિગતવાર માહિતી જાણો. અત્યારે શેરબજારમાં T+1 સિસ્ટમથી કામ થાય છે.

માર્કેટ રેગ્યુલેટર સેબીના ચેરપર્સન માધબી પુરી બુચે બોર્ડની બેઠક બાદ જણાવ્યું હતું કે અમે શેરની ખરીદી અને વેચાણના દિવસે પેમેન્ટની યોજના લાગુ કરવા જઈ રહ્યા છીએ. એટલું જ નહીં આગામી વર્ષ એટલે કે 2025માં ઈન્સ્ટન્ટ પેમેન્ટ સિસ્ટમ પર પણ વિચાર કરવામાં આવી રહ્યો છે. જો કે, આ નિયમો વૈકલ્પિક રહેશે.

સેબીના ચેરપર્સન માધબી પુરી બૂચે કહ્યું કે શેર ટ્રેડિંગ સંબંધિત આ નિયમમાં ફેરફાર કરવાની લાંબા સમયથી માંગ હતી. આ માંગણીઓને કારણે, અમે તેના પર ખૂબ જ ઊંડાણપૂર્વક ચર્ચા કરી અને હવે તે જ દિવસે એટલે કે T+0 સિસ્ટમ માર્ચ 2024ના અંત સુધીમાં અને આગામી વર્ષ 2025 સુધીમાં તત્કાલ સેટલમેન્ટ સીસ્ટમ લાગુ કરવામાં આવશે.

સેબીના ચેરપર્સન માધબી પુરી બુચે શનિવારે મીડિયાને સંબોધતા આ માહિતી શેર કરી હતી. હાલમાં દેશના શેરબજારમાં T+1 સેટલમેન્ટ લાગુ છે અને આ અંતર્ગત, સ્ટોક વેચવા-ખરીદીના બીજા દિવસે ચુકવણી કરવામાં આવે છે. આ સિસ્ટમ આ વર્ષે જાન્યુઆરીમાં 2023માં શેર ટ્રેડિંગ માટે લાગુ કરવામાં આવી હતી. જ્યારે આ પહેલા શેર માર્કેટમાં T+2 સિસ્ટમ ચાલતી હતી.

સેબી ચેરપર્સને કહ્યું કે,અમે પહેલેથી જ કહ્યું હતું કે અમે વૈકલ્પિક રીતે એક કલાકના સમાધાન તરફ આગળ વધીશું અને પછી તત્કાલ સેટલમેન્ટ તરફ આગળ વધીશું. જો કે, હવે માર્કેટ ઈન્ફ્રાસ્ટ્રક્ચરને જોતા, શેરબજારના બ્રોકર્સે અમને કહ્યું છે કે તેઓએ ઈન્સ્ટન્ટ સેટલમેન્ટ એટલે કે ઈન્સ્ટન્ટ પેમેન્ટ માટે ટેકનોલોજીનો માર્ગ અપનાવવો પડશે. આવી સ્થિતિમાં તે જ દિવસે પેમેન્ટ અને ત્યાર બાદ આવતા વર્ષે તાત્કાલિક પેમેન્ટની સિસ્ટમ લાગુ કરવા વિચારણા કરવામાં આવી છે.

શેરબજારના રોકાણકારો માટે ખરેખર આ ફાયદાકાર વાત છે, કારણકે વર્ષો પહેલાં મુંબઇ શેરબજારમાં રિંગમાં સોદા પડતા હતા અને જોબરો વચ્ચે ભાવ બાબતે ભારે મારામારી કાપાકાપી રહેતી હતી. તે વખતે 15 દિવસનું સેટલમેન્ટ રહેતું હતું. એમાં ઘણા ફ્રોડના કિસ્સા વધતા હતા અને શેર વેચનારને પેમેન્ટ માટે ખાસ્સી રાહ જોવી પડતી હતી. હવે એક જ દિવસમાં પેમેન્ટ મળી જશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp