સોશિયલ મીડિયામાં શેરબજારની સલાહ આપનાર રવીન્દ્ર ભારતીને SEBIએ 12 કરોડનો દંડ કર્યો

સોશિયલ મીડિયા પર અથવા ગેરકાયદેસર રીતે શેરબજારની સલાહ આપનારાઓ પર સેબી અનેક વખત કોરડો વીંઝી રહી છે. સેબીએ આવા અનેક લોકો પર પ્રતિબંધ ફરમાવ્યા છે અને દંડ પણ ફટકાર્યો છે. તાજેતરમં સેબીએ સોશિયલ મીડિયા પર જાણીતા ઇન્ફ્લ્યુઅન્સર રવિન્દ્ર બાલુ ભારતી અને તેના પત્ની શુભાંગી પર શેરબજારમાં કામકાજ કરવા પર પ્રતિબંધ મુકી દીધો છે અને 12 કરોડ રૂપિયાનો દંડ પણ ફટકાર્યો છે.
વર્ષ 2016માં રવિન્દ્ર બાલુ ભારતીએ પત્ની શુંભાંગી સાથે મળીને રવિન્દ્ર ભારતી એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટ શરૂ કરી હતી, જે શેરબજાર પર શિક્ષણ આપતી હતી. રવિન્દ્ર રોકાણકારોની ટીપ્સ આપતો અને તેમાંથી કમિશન વસુલતો હતો. રવિન્દ્ર ભારતીના સોશિયલ મીડિયા પર 20 લાખ ફોલોઅર્સ છે. રોકાણકારો સાવચેત રહે એમ સેબીએ કહ્યું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp