ટાટા મોટર્સના બે ભાગલા પડશે, શેરધારકોને આ રીતે ફાયદો થશે

ટાટા મોટર્સ કંપનીની બોર્ડ મિટીંગમાં કંપનીની ડી મર્જરની દરખાસ્ત મુકવામાં આવી છે. કંપનીના બે બિઝનેસનું વિભાજન કરી દેવામાં આવશે. એક કોર્મશિયલ વ્હીકલ્સ અને પર્સનલ વ્હીકલ. પર્સનલ વ્હીકલ્સમાં ઇલેક્ટ્રીક વાહનો અને જેગુઆર રેંજ રોવર રહેશે.

આ બંને કંપનીનું શેરબજારમાં લિસ્ટીંગ કરવામાં આવશે અને વર્તમાન શેરધારકોને બંને કપંનીના સમાન શેરો ફાળવવામાં આવશે. ટાટા મોટર્સનો શેર હોલ્ડર્સને મોટો ફાયદો થશે.

ડી- મર્જરની સામાન્ય ભાષામાં સમજીએ તો તાજેતરમાં HDFC કે જે હાઉસીંગ ફાયનાન્સનું કામ કરતી હતી તેને HDFC બેંકમાં ભેળવી દેવામાં આવી આને મર્જર કહેવાય. પરંતુ જો ફરી HDFC અને HDFC બેંક છુટા પડે તો તેને ડી મર્જર કહેવાય. ટાટા મોટર્સમાં વર્ષ 2021થી કોર્મશિયલ વ્હીકલ્સ, પર્સનલ વ્હીકલ્સ અને જેગુઆર રેંજ રોવર અલગ અલગ કામ કરે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp