આ શેર 120 રૂપિયાથી 3 રૂપિયા પર આવી ગયો, LIC પાસે 75 લાખ શેર્સ છે

PC: businesstoday.in

બોમ્બે સ્ટોક એકસ્ચેન્જ ( BSE) સેન્સેક્સ મંગળવારે 712 પોઇન્ટ અને નિફ્ટી 183 પોઇન્ટ ઉછળી ગયો. પણ એક એવા શેરની વાત કરવી છે જે વર્ષો પહેલાં 120 રૂપિયા પર ટ્રેડ કરતો હતો, જે આજે 3 રૂપિયા પર આવી ગયો છે.

અનિલ અંબાણીની કંપની રિલાયન્સ હોમ ફાયનાન્સનો ભાવ BSE પર 3.72 રૂપિયા ચાલી રહ્યો છે. ગયા વર્ષે ઓગસ્ટ મહિનામાં 1.61 રૂપિયા સુધી પહોંચી ગયો હતો.LIC પાસે આ કંપનીના 74, 86, 599 શેર્સ છે, જ્યારે અનિલ અંબાણી પાસે માત્ર 5,65,852 શેર્સ છે. 99. 26 ટકા શેરહોલ્ડિંગ સામાન્ય રોકાણકારોની પાસે છે.

મતલબ કે આ શેરમાં સામાન્ય રોકાણકારોને મોટું નુકશાન થયું છે. ઘણા લોકો ઉંચા ભાવે શેર ખરીદીને ભેરવાઉ ગયા છે અને હવે તેમાંથી નિકળવાની રાહ જોઇને બેઠા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp