ભલે દેવાળિયા, પણ અનિલ અંબાણીની આ કંપનીના શેરનો ભાવ 9 મહિનામાં ડબલ થઇ ગયો

PC: indiatoday.in

એશિયાના સૌથી ધનિક અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીના ચેરમેન મુકેશ અંબાણીના નાના ભાઇ અનિલ અંબાણી આમ તો દેવામાં ડુબેલા છે, તેમનો બિઝનેસ ખાસ ચાલતો નથી અને તેમની કેટલીક કંપનીઓએ તો દેવાળું ફુંક્યું છે. પરંતુ અનિલ અંબાણીની એક કંપની એવી છે જેનો બિઝનેસ જોરમાં ચાલી રહ્યો છે. આ કંપનીએ રોકાણકારોને માલામાલ કરી દીધા છે. અનિલ અંબાણીની કંપની રિલાયન્સ પાવરે તેના રોકાણકારોના નાણાં 9 મહિનામાં ડબલ કરી દીધા છે.

જે રોકાણકારોએ અનિલની રિલાયન્સ પાવરમાં માર્ચ 2023માં રોકાણ કર્યું હશે તેમને બખ્ખા થઇ ગયા છે. 28 માર્ચ 2023ના દિવસે રિલાયન્સ પાવરના શેરનો ભાવ 9.15 રૂપિયા હતો. જે 22 ડિસેમ્બર, શુક્રવારે જ્યારે શેરબજાર બંધ રહ્યું ત્યારે 22.40 રૂપિયા પર હતો. એ રીતે જોઇએ તો રિલાયન્સ પાવરે 9 મહિનામાં 60 ટકાનું રિટર્ન આપ્યું છે.

રિલાયન્સ પાવર શેર નો 52 સપ્તાહનો સૌથા ઉંચો ભાવ 25.20 રૂપિયા છે, જ્યારે સૌથી નીચો ભાવ 9.05 રૂપિયા છે. અનિલ અંબાની આ કંપનીના માર્કેટ કેપિટલાઇઝેશનની વાત કરીએ તો 8540 કરોડ રૂપિયા છે. છેલ્લાં 9 મહિનાના સમયગાળા પર એક નજર કરીએ તો રિલાયન્સ પાવરનો શેર રોકેટ ગતિએ ઉછળ્યો છે. 10 જુલાઇ 2023ના દિવસે આ શેર 15 રૂપિયા પર પહોંચી ગયો હતો. એ પછી 30 ઓગસ્ટે 30 રૂપિયા સુધી પહોંચી ગયો હતો. ડિસેમ્બરમાં રિલાયન્સ પાવરનો શેર સૌથી ઉંચી સપાટીની નજીક પહોંચી ગયો હતો.

જ્યારે રિલાયન્સ ગ્રુપનું વિભાજન થયું ત્યારે નવા યુગના મોટાભાગના બિઝનેસ અનિલ અંબાણીના હિસ્સામાં આવ્યા હતા અને તે સમયે તેઓ વિશ્વના ટોચના અમીરોમાંના એક બની ગયા હતા. પરંતુ પછી વિઝન અને ચોક્કસ આયોજનના અભાવે તેમની કંપનીઓ પર દેવાનો બોજ વધતો ગયો અને બિઝનેસ ઘટતો ગયો.

અનિલ અંબાણી પાસે સોલાર એનર્જિ અને ટેલીકોમ સેકટરની પણ કંપની છે, પરુંત આ કંપનીઓ ખાસ કઇ ઉકાળી શકી નથી. અનિલની કંપનીઓ નાદારીની પ્રક્રિયામાંથી પસાર થઇ રહી છે.

વળતરની દ્રષ્ટિએ અનિલ અંબાણીની રિલાયન્સ પાવરે 30 શેરવાળા BSE સેન્સેક્સને ઘણું પાછળ છોડી દીધું છે. છેલ્લા એક વર્ષમાં સેન્સેક્સે 17.40 ટકા રિટર્ન આપ્યું છે, જ્યારે રિલાયન્સ પાવરનું રિટર્ન 22 ટકાને વટાવી ગયું છે. નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી-50 પણ 18.51 ટકા રિટર્ન આપતી આ કંપનીથી પાછળ છે.

 જો કે , વર્ષ 2008માં રિલાયન્સ પાવરનો  IPO 450 રૂપિયાના ભાવે આવેલો ત્યારે રોકાણકારોએ ઉત્સાહથી  ભર્યો હતો, જેમણે એ સમયથી હજુ શેર નથી વેચ્યા તેમની હાલત તો હજુ પણ કફોડી જ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp