શુક્રવારે શેરબજારમાં ભારે ઉથલપાથલ પહેલા 4 લાખ કરોડ ધોવાયા પછી ભારે કમાણી

PC: akshmishree.com

શુક્રવારે શેરબજારમાં ભારે ઉથલ પાથલ જોવા મળી હતી. બોમ્બે સ્ટોક એક્સેન્જમાં બજાર ખુલતાની સાથે 600 પોઇન્ટનો કડાકો બોલી ગયો હતો અને રોકાણકારોના 4 લાખ કરોડ રૂપિયા ધોવાઇ ગયા હતા. જો કે, એ પછી બજારે યુ- ટર્ન લીધો અને બંધ થતા સુધીમાં બજાર ઉપર આવી ગયું હતું. નિફ્ટીમાં પણ શરૂઆતમાં 200 પોઇન્ટનું ગાબડું પડી ગયું હતું. બજાર વધવાને કારણે રોકાણકારોના મુરઝાયેલા ચહેરાં ફરી ખીલી ઉઠ્યા હતા. સવારે 600 પોઇન્ટનો કડાકો હતો બંધ થવા સમયે ઇન્ડેક્સમાં 600 પોઇન્ટનો ઉછાળો આવી ગયો હતો.

શુક્રવારે વહેલી સવારે ઈરાન પર ઈઝરાયલના હુમલાને કારણે આજે સવારે ખુલતાની સાથે જ શેરબજાર કડાકાભેર તુટી પડ્યું હતું. સેન્સેક્સ 600 પોઈન્ટથી વધુ ઘટીને 72000ની નીચે ખૂલ્યો હતો, જ્યારે નિફ્ટીમાં 200થી વધુ પોઈન્ટનો ઘટાડો જોવા મળ્યો હતો. જો કે, બપોરે શેરબજારે વળાંક લીધો અને સેન્સેક્સ-નિફ્ટી મોટા ઉછાળા સાથે બંધ થયા. શુક્રવારે સવારનો ઘટાડો એટલો ગંભીર હતો કે બેન્ક નિફ્ટીથી લઈને મિડકેપ અને સ્મોલ કેશ ઈન્ડેક્સ સુધીની દરેક સ્ટોકમાં ભારે ઘટાડો જોવા મળ્યો હતો.

શુક્રવારે બજાર બંધ થતાં સેન્સેક્સ 600 પોઈન્ટ વધીને 73088 પર જ્યારે નિફ્ટી 151 પોઈન્ટ વધીને 22,147 પર બંધ થયો હતો. બેન્ક નિફ્ટી 1.07 ટકા વધીને 47574 પર બંધ રહ્યો હતો. શેરબજારમાં અદભૂત ઉછાળાને કારણે BSE સેન્સેક્સના ટોચના 30 શેરોમાંથી 22 શેર લીલા નિશાનમાં હતા. માત્ર 8 શેર લાલ નિશાનમાં બંધ થયા હતા.

NSE પરના 2,716 શેરોમાંથી 1,226 શેરોમાં તેજી જોવા મળી હતી જ્યારે 1,364 શેરોમાં ઘટાડો હતો. 126 શેરમાં કોઈ ફેરફાર થયો નથી. માત્ર 86 શેર 52-સપ્તાહની ઊંચી સપાટીએ ટ્રેડ થઈ રહ્યા હતા, જ્યારે 16 52-સપ્તાહની નીચી સપાટીએ બંધ થયા હતા. આ સાથે 98 શેર અપર સર્કિટ પર અને 83 નીચલી સર્કિટ પર ટ્રેડ થયા હતા.

18 એપ્રિલની સરખામણીમાં આજે સવારે શેરબજારમાં આવેલા ઘટાડાને કારણે BSEનું માર્કેટ કેપ પણ 4.18 લાખ કરોડ રૂપિયા ઘટીને 389 લાખ કરોડ રૂપિયા પર પહોંચી ગયું હતું. જ્યારે એક દિવસ પહેલા BSEનું માર્કેટ કેપ રૂ. 393.38 લાખ કરોડ હતું. ઈન્ફોસીસ, એક્સિસ બેંક, ટીસીએસ, એલએન્ડટી, નેસ્લે ઈન્ડિયા સવારે સેન્સેક્સમાં ટોચ પર હતા.

BSE સેન્સેક્સનું માર્કેટ કેપ સવારે રૂ. 4.18 લાખ કરોડ ઘટીને રૂ. 389 લાખ કરોડ થયું હતું, પરંતુ બજાર બંધ થતાં સુધીમાં તે જબરદસ્ત ઊછળ્યું હતું અને રૂ. 2 લાખ કરોડના વધારા સાથે રૂ. 391 કરોડ સુધી પહોંચી ગયું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp