અમેરિકાના શેરબજારમાં આ શેર ધૂમ મચાવી રહ્યો છે, માર્કેટ કેપમાં ગૂગલથી પણ આગળ

PC: zeebiz.com

ચિપ બનાવનારી કંપની NVIDIA અત્યારે ચર્ચામાં છે. કંપનીનો સ્ટોક ધૂમ મચાવી રહ્યો છે. આ તોફાની વધારો જોઈને, અમેરિકાની અગ્રણી નાણાકીય સેવા કંપની ગોલ્ડમેન સૅક્સના ટ્રેડિંગ ડેસ્કે તેને દુનિયા પરનો સૌથી મહત્વપૂર્ણ સ્ટોક જાહેર કર્યો છે. ચિપ ઉત્પાદક Nvidia તાજેતરમાં જ માર્કેટ કેપિટલાઇઝેશનના સંદર્ભમાં ગૂગલ જેવી કંપનીને પાછળ છોડી દીધી છે. આ સિવાય કંપનીના શેરમાં ઉછાળાને કારણે યુએસ સ્ટોક માર્કેટમાં પણ જોશ જોવા મળી રહ્યો છે.

બ્લૂમબર્ગના એક અહેવાલ મુજબ,જ્યારે AI ચિપ ઉત્પાદકે ગયા વર્ષે જબરદસ્ત વૃદ્ધિ હાંસલ કરી હતી, ત્યારે આ વર્ષે 2024 માં, NVIDIA એકલા Nasdaq 100 ઇન્ડેક્સની વૃદ્ધિ માટે એક તૃતીયાંશ જવાબદાર છે. આ મહિને કંપનીએ વધુ એક માઈલસ્ટોન હાંસલ કર્યો છે.

ગયા અઠવાડિયે મંગળવારે, Nvidia એ માર્કેટ કેપ ના સંદર્ભમાં વિશાળ ઈ-કોમર્સ કંપની જેફ બેઝોસની આગેવાની હેઠળની Googleની પેરેન્ટ કંપની Alphabet Inc. અને Amazon ને પાછળ છોડી દીધી અને વિશ્વની પાંચમી સૌથી મોટી કંપની બની ગઇ છે અને અમેરિકાની ત્રીજી સૌથી મૂલ્યવાન કંપની બની છે.કંપનું માર્કેટ કેપ વધીને 1.78 ટ્રિલિયન ડોલર પર પહોંચી ગયું છે.

કંપનીના શેરના પ્રદર્શન પર નજર કરીએ તો તેની વૃદ્ધિનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે છેલ્લા એક વર્ષમાં આ કંપનીના શેરની કિંમતમાં 225 ટકાથી વધુનો વધારો થયો છે. બ્લૂમબર્ગના જણાવ્યા અનુસાર, આ વર્ષે અત્યાર સુધીમાં કંપનીના માર્કેટ કેપમાં 650 બિલિયન ડોલરનો વધારો થયો છે, જે વિશ્વના સૌથી અમીર વ્યક્તિ એલોન મસ્કની કંપની ટેસ્લાના કુલ માર્કેટ કેપ કરતાં વધુ છે. ઇલેક્ટ્રિક કાર ઉત્પાદક ટેસ્લાનું માર્કેટ કેપ 586.06 બિલિયન ડોલર છે.

NVIDIAને કારણે અમેરિકાના શેરબજારમાં તેજી જોવા મળી હી છે અને બજારના હાઇ જોશ પાછળ NVIDIAના ચોથા ત્રિમાસિક પરિણામોને માનવમા આવે છે. ચોથા ત્રિમાસિક ગાળામાં કંપનીએ 22.1 અરબ ડોલરની રેવેન્યુ અને 5.16 ડોલરનો EPS નોંધાવ્યો છે. શેરબજારના જાણકારો NVIDIAના 4.64 ડોલર EPSની ધારણા રાખતા હતા.

તાઇવાનના જેન્સેન હુઆંગે 1993માં NVIDIAની સ્થાપના કરી હતી અને કંપનીએ વીડિયો ગેમ ગ્રાફિક્સ ચિપ્સ બનાવીને શરૂઆત કરી હતી. આ પછી, જેમ જેમ ચિપ્સનો ઉપયોગ વધતો ગયો તેમ તેમ કંપનીએ પણ રોકેટની ઝડપે વૃદ્ધિ કરવાનું શરૂ કર્યું. તેના માર્કેટમાં વધારો થવાને કારણે કંપનીના સ્થાપકની નેટવર્થમાં પણ વધારો થયો છે. બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઈન્ડેક્સ અનુસાર, જેન્સન હુઆંગ 59.6 બિલિયન ડોલરની નેટવર્થ સાથે વિશ્વના સૌથી ધનિકોની યાદીમાં 23મા ક્રમે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp