તમારી પાસે પણ છે આ રેલવે સ્ટોક?4 વર્ષમાં 5500% રિટર્ન,25-1400 રૂ. પહોંચી કિંમત

PC: finance.yahoo.com

રેલવે સેક્ટરના સ્ટોક ટીટાગઢ રેલ સિસ્ટમ્સના શેર બુધવારે તોફાની તેજીથી ભાગ્યા છે. ટીટાગઢ રેલ સિસ્ટમના શેર આજે બોમ્બે સ્ટોક એક્સચેન્જમાં 11 ટકાથી વધુની તેજી આવી અને એ 1400 રૂપિયાના ભાવ પર પહોંચી ગયા. એ પોતાના ઓલ ટાઇમ હાઈ લેવલ 1413.45 રૂપિયા પહોંચી ગયા છે. 4 વર્ષ અગાઉ આ સ્ટોક માત્ર 24 રૂપિયાની કિંમત પર કારોબાર કરી રહ્યા હતા. 4 વર્ષમાં ટીટાગઢ રેલ સિસ્ટમ્સના શેર 24 રૂપિયાની કિંમતથી 1400ના લેવલ પર પહોંચી ગયા છે. આ અવધિ દરમિયાન આ રેલવે સ્ટોકમાં 5,500 ટકાથી વધુનો ઉછાળ આવ્યો છે.

આ કંપનીના શેરોનું 52 અઠવાડિયા લો લેવલ 346.40 રૂપિયા છે. તેનું માર્કેટ કેપ 16,856 કરોડ રૂપિયા છે. ટીટાગઢ રેલ સિસ્ટમ્સના શેરોનો ROE 12.83 ટકા અને PE રેશિયો 7.56 છે. ટીટાગઢ રેલ સિસ્ટમ્સના શેર 27 માર્ચ 2020ના રોજ 24.50 રૂપિયા પર હતા. રેલ કંપનીના શેર 29 મે 2024 ના રોજ 1413.45 રૂપિયા પર પહોંચી ગયા હતા. જ્યારે આજે 1358.75 પર ટ્રેડ કરી રહ્યા છે. ટીટાગઢ રેલ સિસ્ટમ્સના શેરોમાં છેલ્લા 4 વર્ષમાં 5,500 ટકાથી વધુની તેજી આવી છે. જો કોઈ વ્યક્તિએ 27 માર્ચ 2020ના રોજ ટીટાગઢ રેલ સિસ્ટમ્સના શેરોમાં 1 લાખ રૂપિયા લગાવ્યા હશે, તો હાલના સમયમાં 1 લાખ રૂપિયાના શેરોની કિંમત 56 લાખ રૂપિયાથી વધુ થઈ ગઈ હશે.

જો કોઈએ એક વર્ષ અગાઉ આ સ્ટોકમાં 1 લાખ રૂપિયાનું રોકાણ કર્યું હોત તો એક લાખ રૂપિયા આજે 4 લાખ થઈ જતા. એક વર્ષ દરમિયાન આ સ્ટોકે લગભગ 300 ટકાનું રિટર્ન આપ્યું છે. 29 મે 2023ના રોજ તેના શેર 352 રૂપિયા પર હતા. એક મહિનામાં ટીટાગઢ રેલ સિસ્ટમ્સના શેર 33.33 ટકા ચઢ્યા છે. જ્યારે 5 વર્ષમાં આ સ્ટોકમાં 1781 ટકાની તેજી આવી છે.

શું કરે છે કંપની:

ટીટાગઢ રેલ સિસ્ટમ્સ માલ લાદનારા વેગન્સ, પેસેન્જર્સ કોચ, મેટ્રો ટ્રેન, ટ્રેન ઇલેક્ટ્રિકલ્સ, સ્ટીલ કાસ્ટિંગ, વિશેષ ઉપકરણ અને પુલ અને જહાજોનું નિર્માણ અને વેચાણ કરે છે. આ ત્રણેય સેગમેન્ટ માલ લાદવાના સ્ટોક, યાત્રી રોલિંગ સ્ટોક અને જહાજ પુલ નિર્માણ અને રક્ષામાં કામ કરે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp