શેરબજારમાં ચાલતું વોટ્સએપ કૌભાંડ શું છે?
તાજેતર મુંબઇમાં એક એવો કિસ્સો સામે આવ્યો છે જે ચોંકાવનારા છે. એક 71 વર્ષના નિવૃત વ્યક્તિ પર એક મહિલાનો ફોન આવ્યો અને શેરબજારની ટીપ્સ આપવા માટે એક એપ ડાઉનલોડ કરવા કહ્યુ હતું. એ વ્યક્તિએ એપ ડાઉનલોડ કરી દીધી. એ પછી એ વ્યકિતને વ્હોટસેપ ગ્રુપમાં જોડી દેવામાં આવ્યા અને આ ગ્રુપમાં અનેક લોકો એવો સ્કીન શોટ વારંવાર શેર કરતા કે આ ગ્રુપની ટીપ્સને લીધે અમે અઢળક કમાણી કરી છે. લગભગ 1 મહિનો આવં ચાલ્યું એટલે એ વ્યક્તિને વિશ્વાસ બેસી ગયો અને તેમણે 2 કરોડ રૂપિયા 24 ટ્રાન્ઝેનકશમાં રોકી દીધા. શરૂઆતમાં પ્રોફીટ પણ થયો.એક દિવસ તેમના ખાતામાં 14 કરોડની રકમ દેખાઇ. એ રકમ જ્યારે એ વ્યકિત ઉપાડવા ગયા ત્યારે ખબર પડી કે તેમની સાથે ફ્રોડ થઇ ગયો છે અને તેમણે રોકેલો 2 કરોડમાં પણ ડુબી ગયા છે.
સોશિયલ મીડિયા પર શેરબજારને લગતી ટીપ્સ કે એવી કોઇ માયાજાળમાં ફસાતા નહીં.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp