આ બીચ પર સેલ્ફી લેશો તો થશે મોતની સજા, જાણો કારણ

PC: abc.net.au

થાઈલેન્ડના ફુકેટ આઈલેન્ડ પર ચર્ચિત બીચ પર સેલ્ફી લેવા પર ટુરિસ્ટને મોતની સજા થઈ શકે છે. થાઈલેન્ડના સુરક્ષા અધિકારીઓએ ચેતવણી આપતા કહ્યું હતું કે, પાસેથી ફ્લાઈટ ઉડવાને કારણે લોકોને અહીં સેલ્ફી લેવાની મનાઈ કરવામાં આવી રહી છે. તેમને લાગે છે કે, સેલ્ફી લેવાથી પાસેથી ઉડી રહેલા પાયલટનું ધ્યાન ભટકી શકે છે અને ગંભીર જોખમ ઊભું થઈ શકે છે.

અધિકારીઓનું કહેવુ છે કે, નિયમ તોડનારા ટૂરિસ્ટને મોતની સજા પણ થઈ શકે છે. તેને માટે બીચ પર એક ઘેરો બનાવવામાં આવશે. જ્યાં ટૂરિસ્ટને સેલ્ફી લેવાની મનાઈ ફરમાવવામાં આવશે. ફુકેટ આઈલેન્ડ પર સ્થિત એરપોર્ટ ખૂબ જ બિઝી રહે છે અને અહીં લોકો પાસેથી ઉડતા વિમાનોની સાથે સેલ્ફી ક્લિક કરતા દેખાય છે. આ જ કારણે તે ટૂરિસ્ટોમાં પોપ્યુલર અટ્રેક્શન પણ બની ગયુ છે.

સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવામાં આવતા ફોટોઝમાં જેટ ટૂરિસ્ટની એકદમ પાસેથી પસાર થતું જોવા મળે છે. જોકે, આ ફોટોઝને કારણે એરપોર્ટના અધિકારીઓ હેરાન થઈ ગયા છે. આ અંગે વોર્નિંગ આપવા છતા ટૂરિસ્ટ સેલ્ફી લેવા અહીં પહોંચી રહ્યા છે. આ અંગે અધિકારીઓનું કહેવુ છે કે, જે રીતે ડ્રોન અથવા લેઝર પેનને કારણે પાયલટ ડિસ્ટ્રેક્ટ થઈ શકે છે, એ જ રીતે સેલ્ફી લેવાથી પણ તેઓ ડિસ્ટ્રેક્ટ થઈ શકે છે. આથી, એરપોર્ટના અધિકારીઓએ મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, નિયમ તોડનારા લોકો પર કાયદા અંતર્ગત કેસ થઈ શકે છે, જેમાં મોતની સજા પણ થઈ શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp