'મન હોય તો માળવે જવાય'-62 વર્ષના દાદી સાડી પહેરી કેરળનો સૌથી ઊંચો શિખર ચઢ્યા

PC: shethepeople.tv

ઉંમર એ ફક્ત એક આંકડો છે, વ્યક્તિ કોઈ પણ ઉંમરે કઈ પણ કાર્ય જો મન મક્કમ કરીને કરવા ઈચ્છે છે તો તેને એ કાર્ય કરવામાં સફળતા મળે જ છે. તેનું ઉદાહરણ એક 62 વર્ષના નાગરત્નમ્મા નામના દાદીએ પૂરું પાડ્યું છે. નાગરત્નમ્માએ કેરળના સૌથી ઊંચા પર્વત પર ચઢીને સાબિત કરી બતાવ્યું છે કે, દરેક કાર્ય શક્ય છે અશક્ય કંઈ હોતું જ નથી. ગુજરાતીમાં એક કહેવત છે કે 'મન હોય તો માળવે જવાય' જેનો અર્થ એ થાય છે કે વ્યક્તિ જો ધારે તો મુશ્કેલથી મુશ્કેલ કાર્ય પાર પાડી શકે છે. ત્યારે આ 62 વર્ષના દાદી નાગરત્નમ્માએ પશ્ચિમી ઘાટના સૌથી મુશ્કેલ શિખરોમાંના એક શિખર પર ચઢવાની સફળતા મેળવી છે.

ખાસ વાત તો એ છે કે સાડી પહેરીને તેઓ દોરડાની મદદથી અગસ્ત્ય કુદમ (કેરળ તમિલનાડુ બોર્ડર) નામના શિખર પર ચઢી ગયા અને તેના મુકામ સુધી પહોંચી ગયા. ત્યારે આ 62 વર્ષીય દાદીએ પોતાના મનને મક્કમ કરી આ શિખર પર પહોંચીને આ કહેવતને સાચી કરી બતાવી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે બેંગ્લોરના નિવાસી નાગરત્નમ્માની કર્ણાટકની બહાર આ પહેલી યાત્રા હતી. આ પહેલા તેમણે આ રીતની કોઈ યાત્રા પણ નથી કરી. આ શિખરને પાર કરવા માટે તેઓ પોતાના પુત્ર અને તેના મિત્રો સાથે બેંગલોરથી કેરળ આવ્યા હતા અને તેમણે આ શિખર ચઢવાનું શરુ કર્યું હતું. નાગરત્નમ્મા 16 ફેબ્રુઆરી 2022ના દિવસે દોરડા પર ચડતા જોવા મળ્યા હતા. લગ્ન બાદ નાગરત્નમ્મા આશરે છેલ્લા 40 વર્ષોથી પોતાના પરિવારની દેખરેખ કરી રહ્યા છે. તેઓ પોતાના પરિવારનું ધ્યાન રાખવામાં એટલા તો વ્યસ્ત થઈ ગયા હતા કે તેમની પાસે એટલો પણ સમય ન હતો કે તેઓ પોતાની ઉડાન ભરી શકે. પરંતુ હવે જ્યારે તેઓના બધા છોકરાઓ મોટા થઇ ગયા છે ત્યારે તેઓએ પોતાના સપના પુરા કરવા માટેની દિશામાં પોતાનો પહેલો પગ મૂક્યો છે.



સોશિયલ મીડિયા પર તેમનો શિખર ચઢતો વીડિયો જોઈ શકાય છે અને આ વિડીયો લોકોને પ્રેરિત કરી રહ્યો છે. શિખર પર ચઢ્યા બાદ નાગરત્નમ્મા જે રીતે ખુશીથી હસ્યા જેનાથી તેમણે લોકોના દિલ જીતી લીધા. જેને પગલે હાલ લોકો આ દાદીના દિલ ખોલીને વખાણ કરી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp