70 વર્ષીય બીમાર વૃદ્ધાની સાથે 27 વર્ષના યુવકે કર્યો રેપ

PC: twimg.com

ઉત્તર પ્રદેશના સૌનભદ્ર જિલ્લામાં રવિવારે રાતે 70 વર્ષીય વૃદ્ધાની સાથે નશાની હાલતમાં તેના જ પાડોશી દ્વારા દુષ્કર્મ કરવાનો મામલો સામે આવ્યો છે. પોલીસે આરોપી રામ કિશનની ધરપકડ કરી લીધી છે અને તેને જેલ ભેગો કરી દેવામાં આવ્યો છે.

તમને જણાવી દઈએ કે પીડિયા પહેલાથી જ બીમાર હતા. તેમને હોસ્પિટલમાં સારવાર માટે મોકલવામાં આવ્યા છે. જ્યાં તેમની હાલત ગંભીર છે. 27 વર્ષીય આરોપી રામ કિશન પેન્ટરનું કામ કરે છે. જે પરણેલો છે અને તેના બે બાળકો પણ છે. તેની ઉપર IPC ધારા 376(દુષ્કર્મ) અને 457 અન્ય હેઠળ મામલો દાખલ કરી લેવામાં આવ્યો છે.

અનપરા પોલીસ સ્ટેશનના SHO શૈલેશ કુમાર રાયે કહ્યું કે, ઘટના ત્યારે બની જ્યારે મહિલા ઘરમાં એકલા હતા અને તેમના પરિવારના સભ્યો બહાર ગયા હતાં. તેની પાડોશમાં રહેનારા રામ કિશને સાંજે દારુ પીધું હતું અને વૃદ્ધ મહિલાને ઘરે એકલા જોઈને તેમની સાથે દુષ્કર્મ કર્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp