સ્પર્ધા જીતીને પૈસા મળ્યા તેનો ફોન ખરીદી કૂકને આપતો અંકિત

PC: twitter.com

સોશિયલ મીડિયા પર એક એવો કિસ્સો સામે આવ્યો છે, જેને સાંભળીને તમારું દિલ ખુશ થઈ જશે. એક બાળકે નાની ઉંમરે એવું કામ કર્યું છે કે, બધા વાહવાહી કરી રહ્યા છે. આ બાળકનું નામ છે અંકિત. અંકિતના પિતા બાલાજીએ ટ્વીટર પર એક પોસ્ટ શેર કરી હતી. તેમાં તેમણે તેમના દીકરાની એક તસવીર શેર કરી હતી અને આની કહાની જણાવી હતી.

બાલાજીએ તેમના દીકરા અંકિત વિશે જણાવતા લખ્યું કે, અંકિત બેડમિન્ટન રમે છે અને દર વિકેન્ડ પર થનારી ટુર્નામેન્ટ્સમાં ભાગ લે છે. ટુર્નામેન્ટ જીતવા પર તેને પૈસા મળે છે. અંકિત અત્યારસુધીમાં 7 હજાર રૂપિયા જીતી ચૂક્યો છે.

અંકિતની ઉંમરનો કોઈ બાળક જો પૈસા જીતી લે તો તે શું કરે વિચારો? તમે જવાબ આપશો, તે એના પોતાના માટે કોઈ વીડિયો ગેમ કે રમતગમતનો સાધન લઈ આવશે અથવા પોતાની મનપસંદ વસ્તુ લેશે. પરંતુ અંકિતના કિસ્સામાં આ વાતને દૂર દૂર સુધી કોઈ કનેક્શન નથી, કારણ કે તેને આ પૈસાનો ઉપયોગ એવી જગ્યાએ કર્યો છે, જેનાથી સોશિયલ મીડિયા પર લોકો ખુશ થઈ ગયા છે.

અંકિતે જીતેલા રૂપિયાથી એક ફોન ખરીદ્યો, પણ ના, આ ફોન તેણે પોતાના નામે નથી ખરીદ્યો, પરંતુ એના માટે નાનપણથી જે મહિલા ખાવાનું બનાવે છે, તેના માટે ખરીદ્યો છે. બાલાજી જણાવે છે કે, અંકિતે આ ફોન તેની કૂક માટે ખરીદ્યો છે, જેનું નામ સરોજ છે. અંકિત 6 મહિનાનો હતો, ત્યારથી સરોજ તેનું ધ્યાન રાખે છે. તે તેના માટે ભોજન બનાવે છે, તેને ખવડાવે છે. એટલે અંકિતે પોતાના જીતેલા પૈસામાંથી બે હજાર રૂપિયાનો ફોન સરોજ માટે લીધો હતો.

બાલાજીએ શેર કરેલી તસવીરમાં અંકિત એક ફોન સરોજને આપી રહ્યો છે. આ પોસ્ટ સોશિયલ મીડિયા પર આવતા લોકો અંકિતની પ્રશંસા કરી રહ્યા છે, જેમાં એક અમોઘ નામના યુઝરે લખ્યું હતું કે, આ બાળક આગળ જઈને મોટું કામ કરશે. બાળકને સારા સંસ્કાર આપવા માટે માતા-પિતાને ખૂબ-ખૂબ શુભેચ્છા.

અનિન્ધ નામના યુઝરે લખ્યું હતું કે, બાળકને આશીર્વાદ, તમે લોકોએ તેનો ઉછેર ખૂબ સારી રીતે કર્યો છે. આશા છે મોટો થઈને અંકિત રમતગમત ક્ષેત્રે મોટું નામ કમાશે અને એક સારો વ્યક્તિ બનશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp