સ્ટેજ પર મહિલા MLAના ખભા પર ભાજપના સાંસદે રાખ્યો હાથ, જુઓ Video

PC: jansatta.com

ઉત્તર પ્રદેશના અલીગઢમાં ભાજપા સાંસદ સતીશ ગૌતમનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. વીડિયોમાં તે પહેલા પોતાની જ પાર્ટીના મહિલા ધારાસભ્યના હાથ પર હાથ મૂકે છે અને જ્યારે મહિલા ધારાસભ્ય તેનો વિરોધ કરે છે તો તે મહિલા MLAના ખભા પર બંને બાજુથી હાથ મૂકીને તેને દબાવી દે છે. આ ઘટનાક્રમ એક સાર્વજનિક કાર્યક્રમ દરમિયાન બન્યો છે. તે સમયે સાંસદ અને મહિલા ધારાસભ્ય પાર્ટીના અન્ય નેતાઓની સાથે સ્ટેજ પર બેઠા હતા.

આ કાર્યક્રમમાં મોજૂદ એક વ્યક્તિએ આ ઘટનાનો વીડિયો બનાવીને સોશિયલ મીડિયા પર અપલોડ કર્યો છે. આ વીડિયો હાલમાં ઝડપથી વાયરલ થઇ રહ્યો છે. સોશિયલ મીડિયા પર આ વીડિયોને લઇ ઘણી ચર્ચા થઇ રહી છે. પાર્ટી સૂત્રો અનુસાર, અલીગઢના કોલ વિસ્તારમાં પાર્ટી દ્વારા આ કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં સાંસદ સતીશ ગૌતમ અને અલીગઢ શહેરથી ધારાસભ્ય મુક્તા રાજા પણ પહોંચ્યા હતા.

આ બંને નેતા સ્ટેજ પર બેઠા હતા. આ દરમિયાન સાંસદે મહિલા ધારાસભ્યના હાથ પર હાથ મૂકી દીધો. તરત જ મહિલા ધારાસભ્યએ આનો વિરોધ કર્યો. એવામાં સાંસદે બંને બાજુથી મહિલા ધારાસભ્યના ખભાને દબાવતા હસવા લાગ્યા. આ ઘટનાથી નારાજ મહિલા ધારાસભ્યએ પોતાની ખુરશી બદલી નાખી. આ ઘટના બે દિવસ પહેલાની છે. અલીગઢમાં કોલ ધારાસભ્ય અનિલ પારાશરે પંડિત દીનદયાલ ઉપાધ્યાયની જયંતીના અવસરે એક કાર્યક્રમનું આયોજન કર્યું હતું.

જેમાં ઉત્તર પ્રદેશના પરિવહન મંત્રી દયા શંકર સિંહ, ઉચ્ચ શિક્ષા મંત્રી યોગેન્દ્ર ઉપાધ્યાય પણ પહોંચ્યા હતા. તો ઘટના સમયે સ્ટેજ પર પૂર્વ મહાપૌર શકુંતલા ભારતી ઉપરાંત ભાજપા નેતા પૂનમ બજાજ પણ હતા.

જણાવીએ કે, મહિલા ધારાસભ્ય મુક્તા રાજા પૂર્વ ભાજપા ધારાસભ્ય સંજીવ રાજાની પત્ની છે. સંજીવ રાજાનું 8 મહિના પહેલા નિધન થયું હતું. તેમને એક કેસમાં સજા મળી હતી. જેને લીધે તે ચૂંટણી લડી શક્યા નહોતા. એવામાં તેમની પત્ની મુક્તા રાજાને ટિકિટ આપવામાં આવી હતી અને જીતીને ધારાસભ્ય બન્યા હતા. જોકે, સોશિયલ મીડિયા પર વાયરલ આ વીડિયોની પુષ્ટિ થઇ નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp