સારા સ્વાસ્થ્ય માટે દરેક ઉંમરની મહિલાઓએ કરવા જોઈએ આ કામ, આજથી જ શરૂ કરો

PC: womenissuescentre.com

દર વર્ષે 8 માર્ચના રોજ આંતરરાષ્ટ્રીય સ્તરે મહિલા દિવસની ઉજવણી કરવામાં આવે છે. આજના સમયે મહિલાઓ પુરુષો સાથે કદમ પર કદમ મિલાવીને ચાલી રહી છે અને પોતાની ઓળખ બનાવી રહી છે. આ વાત કહેવી સહેજ પણ ખોટી નથી કે મહિલાઓનું જીવન ઘણું સંઘર્ષ ભર્યુ હોય છે. તે પુત્રી, વહુ, માતા, સાસુ, દાદી સુધીની દરેક જવાબદારી ઘણી સારી રીતે નિભાવે છે. પોતાની જવાબદારી નિભાવતા નિભાવતા તે પોતાના સ્વાસ્થ્ય પર યોગ્ય ધ્યાન આપતી નથી. પરંતુ તેમણે પોતાના સ્વાસ્થ્ય પર પણ ધ્યાન આપવું જોઈએ. માટે દરેક ઉંમરની મહિલાઓએ પોતાના સ્વાસ્થ્ય પર ધ્યાન આપવા માટે આ કામો ચોક્કસથી કરવા જોઈએ.

તણાવ ઓછો કરો

એક્સપર્ટ કહે છે કે મોટેભાગની મહિલાઓ સ્ટ્રેસ હેઠળ જીવતી હોય છે. જેની અસર તેમના સ્વાસ્થ્ય પર થતી હોય છે. અમે સમજી શકીએ છે કે જવાબદારી, કરિયર વગેરેના કારણે સ્ટ્રેસ સામાન્ય વાત છે પરંતુ સ્ટ્રેસ લેવાથી કોઈ સમસ્યાનો હલ આવાનો નથી. આથી સ્ટ્રેસને લેતા પોતાની મુશ્કેલી પરિવાર સાથે શેર કરે અને તેનું હલ કાઢવું જોઈએ. સ્ટ્રેસથી ઈનફર્ટીલિટી, ડિપ્રેશન, એન્ઝાયટી અને હ્રદય રોગના હુમલાનો ખતરો વધી જાય છે. આ માટે મેડિટેશન અને યોગ કરવા જોઈએ.

પૂરતી માત્રામાં પાણી પીઓ

સ્વાસ્થ્યને સારું બનાવવા માટે સૌથી મોટા કારણોમાંથી એક છે, શરીરને હાઈડ્રેટ રાખવું. શરીરનો લગભગ 60 ટકા ભાગ પાણીથી બન્યો છે. જેનો અર્થ છે કે તમારા શરીરમાં અંગો અને કોશિકાઓને સારી રીતે કામ કરવા માટે પાણીની માત્રા પૂરતી હોવું જરૂરી છે. પૂરતા પાણીથી તમારા સ્વાસ્થ્યની સાથે ત્વચાને પણ ગ્લો મળે છે. રોજનું 5-6 લિટર પાણી પીવું જોઈએ.

7-8 કલાકની ઊંઘ લો

શરીર માટે પૂરતી ઊંઘ ફાયદાકારક છે કારણ કે એક્સપર્ટ્સ કહે છે કે ઊંઘ સમગ્ર સ્વાસ્થ્ય માટે ઘણું મહત્ત્વપુર્ણ છે. સારી ઊંઘ લેવાથી મસ્તિષ્ક અને શરીર રીસેટ થાય છે. મહિલાઓમાં ઘણી વખત જોવામાં આવ્યું છે કે તે ઘરના કામ, બાળકોના ભણતર માટે તે મોડે સુધી જાગે છે અને ફરી જલદીથી ઉઠે છે. જેના કારણે પૂરતી ઊંઘ મળતી નથી.

હેલ્ધી ફૂડ ખાઓ

ટ્રેન્ડી ડાયેટ અને જંક અથવા ફાસ્ટ ફૂડ ખાવાનું બધાને ગમતું હોય છે. પરંતુ આ વસ્તુઓ શરીરને ઘણું નુકસાન પહોંચાડે છે. આથી પુરુષોની સાથે મહિલાઓને પણ હેલ્ધી ખાવાનું ખાવાની સલાહ આપવામાં આવે છે. તાજા ફળો અથવા શાકભાજી, આખું અનાજ, બ્રાઉન રાઈસ, ઓટ્સને પોતાના ડાયેટમાં સામેલ કરવા જોઈએ.

પોતાના શરીરને સાંભળો

સારા સ્વાસ્થ્ય માટે પોતાના શરીરને સાંભળવું ઘણું જરૂરી છે. જો તમારું શરીર તમને સિગ્નલ આપી રહ્યું છે કે તે ઘણું થાકી ચૂક્યું છે, તેને ન્યૂટ્રિશનની જરૂર છે અને છત્તાં તમે કામ કરશો અથવા ખાવાનું નહીં ખાઓ તો તમારા શરીરને નુકસાન પહોંચી શકે છે.

રોજ 20-30 મિનિટ ચાલો

સ્વસ્થ રહેવા માટે કલાકો જીમમાં વિતાવવાની જરૂર નથી. તેના બદલે તમે રોજ 20-30 મિનિટ ચાલશો તો પણ શરીરને તેના ઘણા ફાયદા થશે. જો તમારી પાસે સમય છે તો તમે કાર્ડિયો, વેઈટ ટ્રેનિંગ અથવા હોમ વર્કઆઉટ પણ કરી શકો છો.

વર્ષમાં એક વખત ડોક્ટરની મુલાકાત લો

કેટલાંક એક્સપર્ટ કહે છે કે મહિલાઓએ વર્ષમાં એક વખત તેમના ડોક્ટરની મુલાકાત લઈને રુટીન ચેકઅપ કરાવવા જોઈએ. આ સિવાય પોતાના ખાવાનામાં ફાઈબરની માત્રા વધારવી જોઈએ.તે સિવાય જે ફૂડ્સમાં ભરપૂર માત્રામાં વિટામિન અને મીનરલ્સ હોય તેને ખાવામાં ઉમેરવા જોઈએ. તેની સાથે સૌથી જરૂરી વસ્તુ કોઈ પણ મુશ્કેલી આવે હંમેશા ખુશ રહેવું જોઈએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp