દેશનું એકમાત્ર એવું બજાર જ્યાં ચાલે છે માત્ર મહિલાઓનું રાજ

PC: thebetterindia.com

પહેલીવાર જોવા પર ઇમા કૈથલ એકદમ સામાન્ય માર્કેટ જેવુ જ દેખાય છે. સવારથી લઇને સાંજ સુધી અહીં તમને લોકોની લાંબી-લાંબી લાઇનો જોવા મળશે. ફળ-શાકભાજી ઉપરાંત અહીં તમને તમારી જરૂરિયાતનો દરેક સામાન મળી જશે. પરંતુ, ત્રણ માળની ઇમારતમાં ફેલાયેલી આ માર્કેટમાં તમને 5 હજાર કરતા પણ વધુ સ્ટોલ જોવા મળી જશે. માત્ર માર્કેટનું મોટું હોવુ જ એ તેની ખાસિયત નથી. તમને એ જાણીને નવાઇ લાગશે કે અહીં સામાન વેચનારી માત્ર મહિલાઓ જ છે.

એ જાણીને કદાચ તમે પણ ચોંકી જશો કે આ બજાર સંપૂર્ણરીતે મહિલાઓ ચલાવે છે. આ માર્કેટ ભારતના ઉત્તર-પૂર્વી રાજ્ય મણિપુરની રાજધાની ઇન્ફાલમાં આવેલું છે. અહીં સામાન  વેચનારી મહિલાઓનું કહેવુ છે કે, તેઓ બહેનોની જેમ રહે છે. આ કામ કરવા માટે ખૂબ જ સુંદર જગ્યા છે. અહીં લોકોને વિશ્વાસ છે.

આના કરતા પણ વધુ ચોંકાવનારી વાત એ છે કે, આ માર્કેટ દુનિયાનું સૌથી મોટું બજાર છે, જ્યાં માત્ર મહિલાઓને જ સામાન વેચવાની પરવાનગી છે. સ્થાનિક ભાષામાં ઇમા કૈથલનો મતલબ થાય છે- ‘મા’નું બજાર. આ માર્કેટમાં માત્ર પુરુષ ખરીદી કરવા માટે જ આવી શકે છે. શહેરની વચ્ચો-વચ્ચ આવેલું આ બજાર ખરીદીના મામલામાં પણ ખૂબ જ સસ્તું છે.

ઇમા કૈથલ બજારનો ઇતિહાસ આશરે 500 વર્ષ જુનો છે. આ બજારનું નિર્માણ 16મી સદીના કાંગલીપાક સામ્રાજ્યમાં થયુ હતું. તે દરમિયાન આ ઓપન એર માર્કેટમાં માત્ર પાકનું જ ખરીદ-વેચાણ થતું હતું. પાડોશી બર્મા અને ચીન વિરુદ્ધ યુદ્ધના પ્રયાસોને પ્રોત્સાહન આપવા માટે 1533માં મણિપુરમાં અહીં પુરુષોની ભરતી કરવામાં આવતી હતી. જાણકારોના જણાવ્યા અનુસાર, અહીં સૌથી પહેલા મહિલાઓએ નેમછલી, શાકભાજી અને અન્ય ઉત્પાદનોને વેચવાની શરૂઆત કરી, ત્યારબાદ આ બજાર મહિલાઓ દ્વારા જ ચલાવવામાં આવવા લાગ્યું.

જ્યારે રાજ્ય સરકારે વર્ષ 2003માં અહીં શોપિંગ મોલ બનાવવાની જાહેરાત કરી, તો મહિલાઓએ ઘણા અઠવાડિયાઓ સુધી વિરોધ પ્રદર્શન કર્યું. પ્રદર્શનને જોતા સરકારે પોતાનો નિર્ણય પાછો લેવો પડ્યો.

 

View this post on Instagram

A post shared by Curtain Call Adventures (@curtaincalladventures)

જોકે, આ બજાર સાથે એક ખાસ માન્યતા પણ જોડાયેલી છે. અહીં, માત્ર એ મહિલાઓને જ સામાન વેચવાની પરવાનગી છે, જેમના લગ્ન થઈ ગયા હોય. આ ઉપરાંત, અહીં વેપાર કરનારી મહિલાઓને બજારમાં કામ કરનારી રિટાયરિંગ વેન્ડર દ્વારા નોમિનેટ કરવી પડશે. જાન્યુઆરી, 2016માં અહીં 6.7ની તીવ્રતાના ભૂકંપે બજારને ગંભીર નુકસાન પહોંચાડ્યું અને તેના પુનનિર્માણમાં આશરે બે વર્ષ જેટલો લાંબો સમય લાગી ગયો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp