પીરિયડ દરમિયાન શારીરિક સંબંધ બનાવવા સુરક્ષિત છે કે નહીં?જાણો શું કહે છે એક્સપર્ટ

PC: facebook.com

પીરિયડ દરમિયાન શારીરિક સંબંધ બનાવવાને લઈને તમામ પ્રકારની ભ્રાંતિઓ છે. કેટલાક લોકો તેને યોગ્ય માને છે, તો તમામ લોકો તેના પક્ષમાં નથી. જોકે, વિશેષજ્ઞ કહે છે કે, પીરિયડ દરમિયાન શારીરિક સંબંધ ના માત્ર આનંદદાયક હોય છે પરંતુ, પીરિયડ દરમિયાન થનારા દુઃખાવાને પણ ઓછો કરે છે. એક્સપર્ટના જણાવ્યા અનુસાર, પીરિયડ દરમિયાન મહિલાઓએ શારીરિક સંબંધ બનાવવાથી દૂર રહેવાની જરૂર નથી.

પ્રસૂતિ તેમજ સ્ત્રી રોગ વિશેષજ્ઞ ડૉ. શિલ્પા ઘોષના જણાવ્યા અનુસાર, કેટલીક મહિલાઓ એવી છે જે પીરિયડ દરમિયાન શારીરિક સંબંધ બનાવવાનું વધુ પસંદ કરે છે. તેઓ આ દરમિયાન શારીરિક સંબંધ બનાવવા મહિનાઓના અન્ય દિવસો કરતા વધુ પસંદ કરે છે. તેમને આ દરમિયાન શારીરિક સંબંધ બનાવવા મહિનાના અન્ય દિવસો કરતા વધુ આનંદદાયક લાગે છે. શારીરિક સંબંધ દરમિયાન ઓર્ગેઝ્મ સુધી પહોંચનારી મહિલાઓને પીરિયડથી થનારી તમામ મુશ્કેલીઓને દૂર કરવામાં મદદ મળે છે. તેઓ કહે છે કે પીરિયડનો મતલબ એ નથી કે ફિઝીકલ રિલેશનથી સંપૂર્ણરીતે દૂર રહેવામાં આવે.

ડૉ. શિલ્પાના જણાવ્યા અનુસાર, પીરિયડ્સ દરમિયાન ફિઝીકલ રિલેશન મહિલાઓ માટે ઘણા પ્રકારે ફાયદાકારક સાબિત થઈ શકે છે. બોડી પેન અને મસલ્સ ક્રેમ્પમાંથી રાહત મળે છે. મહિલાઓમાં આ દરમિયાન મૂડ સ્વિંગની સમસ્યા થાય છે. ફિઝિકલ થવાથી તણાવ દૂર થાય છે અને મૂડ સારો રહે છે. આ દરમિયાન જો મહિલાઓ ઓર્ગેઝ્મ સુધી પહોંચે તો બોડીમાં એન્ડોર્ફિન હોર્મોન રીલિઝ થાય છે. આ હોર્મોન ઓક્સીટોસિન અને ડોપામાઈન જેવા ફીલ-ગુડ હોર્મોન છે જે તણાવને દૂર કરે છે અને બોડીને રિલેક્સ કરે છે. ડૉ. શિલ્પા કહે છે કે પીરિયડ દરમિયાન મહિલાઓને બ્લીડિંગ રહે છે, જેને કારણે વજાઈના વેટ રહે છે. એવામાં ડ્રાયનેસની મુશ્કેલી પણ નથી થતી. પીરિયડ દરમિયાન માથાનો દુઃખાવો અને માઈગ્રેનનો દુઃખાવો પણ હેરાન કરે છે, તેનાથી પણ રાહત મળે છે.

આ રાખો સાવધાની

પીરિયડ દરમિયાન શારીરિક સંબંધ બનાવી રહ્યા હો તો સાવધાનીનું ખાસ ધ્યાન રાખો. અસુરક્ષિત સંબંધ બનાવવાથી તમે અનવોન્ટેડ પ્રેગ્નેન્સી કંસીવ કરી શકો છો. પીરિયડ દરમિયાન અસુરક્ષિત સંબંધથી તમે સેક્સુઅલ ટ્રાન્સમિટેડ ઈન્ફેક્શનની ચપેટમાં પણ આવી શકો છો.

શું કહે છે આયુર્વેદ?

જાણીતા આયુર્વેદિક ચિકિત્સક અને કેરળ આયુર્વેદ સાથે સંકળાયેલા ડૉ. અર્ચના સુકુમારન કહે છે કે, આયુર્વેદના જણાવ્યા અનુસાર પીરિયડ મહિલાઓની આંતરિક સફાઈ કરે છે. તેનાથી મેટાબોલિઝ્મ પણ પ્રભાવિત થઈ શકે છે. એવામાં આયુર્વેદ દ્વારા જણાવવામાં આવેલી તમામ રીતોને જરૂર ફોલો કરવી જોઈએ.

અન્ય આયુર્વેદના જાણકાર ડૉ. રાધામોનીનું કહેવુ છે કે, પીરિયડ્સ દરમિયાન વાતની ગતિ નીચેની દિશામાં હોય છે, જેને વાત અનુલોમતા પણ કહેવામાં આવે છે. પરંતુ, શારીરિક સંબંધ બનાવવા દરમિયાન વાતની ગતિ ઉપરની દિશામાં થઈ જાય છે. એવામાં જ્યારે તમે શારીરિક સંબંધ બનાવો છો તો વાત વિપરીત અને પરસ્પર વિરોધી દિશાઓમાં ચાલ્યા જાય છે. તેનાથી મહિલાઓની પ્રજનન પ્રણાલીમાં અસંતુલન પેદા થઈ શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp