26th January selfie contest

દીકરીઓએ પિતાની છેલ્લી ઇચ્છા પૂરી કરતા અર્થીને કાંધ આપી

PC: patrika.com

રાજસ્થાનના બિકાનેર શહેરમાં દીકરીઓએ પોતાના પિતાની અર્થીને કાંધ આપી હતી. બિકાનેરના માસીઝામાં રહેતા કૃષ્ણ કુમાર ઉર્ફ કે.કે.શર્માનું ગુરુવારે નિધન થયું હતું અને ત્યાર બાદ તેમની દીકરીઓએ તેમની અર્થીને કાંધ આપીને તેમનો અંતિમ સંસ્કાર કર્યો હતો. ગઝલ શર્માએ કહ્યું હતું કે, પિતાની ઇચ્છા હતી કે, દીકરીઓ જ અંતિમ સંસ્કાર કરે. અંતિમ યાત્રા દરમિયાન ભગવાન પરશુરામ સર્કલની પરિક્રમા પણ કરે.

નાની બહેન લાવણ્યા સાથે તેણે પિતાની છેલ્લી ઇચ્છા પૂરી કરી હતી. દિવંગત શર્માની પત્ની મોનિકા ગૌડે જણાવ્યું હતું કે, પતિની ઇચ્છાનુસાર રતન જ્યોતિ સંસ્થાની મદદથી તેમના પતિનું નેત્રદાન પણ કરવામાં આવ્યું હતું.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp