નાની ઉંમરમાં જ પીરિયડ્સ બંધ કરવાની ટ્રીટમેન્ટ લઈ રહી છે યુવતીઓ, આ છે કારણ

PC: maharashtratimes.com

એક સ્વસ્થ મહિલા જીવનના 40 વર્ષ આશરે દર મહિને પીરિયડ્સમાં વીતાવે છે. આ દરમિયાન રિપ્રોડક્ટિવ હોર્મોન્સ ઉપર-નીચે થાય છે, જેની સીધી અસર તેમના શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય પર પડે છે. કોઈકને પેટ અને કમરમાં અસહ્ય દુઃખાવો થાય છે, તો કોઈકને મૂડ સ્વિંગ્સની સમસ્યા થાય છે. આ પરિસ્થિતિઓમાં કામ કરવું સરળ નથી, ખાસ કરીને જ્યારે સોસાયટી આ દુઃખાવાને હળવાશમાં લેતી હોય. આ જ કારણ છે કે, હવે મહિલાઓ મેન્સ્ટ્રુઅલ સપ્રેશનનો સહારો લઈ રહી છે, એટલે કે પીરિયડ્સને ઓછું અથવા લગભગ બંધ કરવું.

મેન્સ્ટ્રુઅલ સપ્રેશન એ રીત છે, જેમા ગોળીઓની મદદથી પીરિયડ્સ અટકાવી શકાય છે અથવા તો પછી તેની ફ્રીક્વન્સી ઓછી કરી શકાય છે. બ્લડ ફ્લો ઓછો કરવો પણ તે અંતર્ગત આવે છે. તે ડૉક્ટરની દેખરેખમાં થાય છે અને તેના માટે જરૂરી છે કે મહિલા અથવા કિશોરીને ઓછામાં ઓછું એકવાર પીરિયડ્સ આવી ગયા હોય.

પીરિયડ્સમાંથી પસાર થઈ રહેલી કોઈપણ મહિલા સપ્રેશન મેથડ અપનાવી શકે છે. સામાન્યરીતે ડૉક્ટર તેમને જ સલાહ આપે છે, જેમને ખૂબ જ હેવી બ્લીડિંગની સમસ્યા હોય. ઘણીવાર આ દરમિયાન થનારા હોર્મોનલ બદલાવ ટ્રિગરનું કામ કરે છે અને ઘણી છોકરીઓને પેટ અને માથામાં અસહ્ય દુઃખાવો થાય છે. આ પરિસ્થિતિમાં પણ મેડિકલ પ્રોફેશનલ આ સલાહ આપે છે.

સૌથી પહેલા મેન્સ્ટ્રુઅલ સપ્રેશનની વાત એ મહિલાઓ માટે થઈ, જે માનસિક અથવા શારીરિક રીતે દિવ્યાંગ છે અને પીરિયડ્સ દરમિયાન સ્વચ્છતાનું ધ્યાન નથી રાખી શકતી. બાદમાં તેને આર્મીમાં, ખાસ કરીને મુશ્કેલ વિસ્તારોમાં તહેનાત મહિલાઓનું જીવન સરળ બનાવવાની રીત તરીકે જોવામાં આવી. જોકે, આ બધા ઉપરાંત પણ ઘણી મહિલાઓ છે, જે પીરિયડ્સને દર મહિને થનારી ઝંઝટની જેમ જુએ છે અને તેને અટકાવી રહી છે. સપ્રેશન મેથડ પર આવતા પહેલા ડૉક્ટર પેશન્ટની સંપૂર્ણ તપાસ કરે છે કે ક્યાંક કોઈક મેડિકલ હિસ્ટ્રી તો નથી. જો ઓર્ગન સંબંધી કોઈ સમસ્યા અથવા કોઈ ગંભીર બીમારીના લક્ષણ દેખાય તો તેને ટાળવામાં આવે છે. સામાન્ય મામલાઓમાં તપાસ બાદ ડૉક્ટર સલાહ આપે છે કે દર્દી કઈ રીતે સપ્રેશન કરાવે તો વધુ સારું રહેશે.

તેમા સૌથી પહેલા બર્થ કંટ્રોલ પિલ્સ હોય છે. તેનાથી પીરિયડ્સ સંપૂર્ણરીતે અટકતું નથી પરંતુ, ફ્લો હળવો થઈ જાય છે. તેમા દુઃખાવો પણ ઘણી હદ સુધી ઓછો થઈ જાય છે. એક રીત સ્કિન પેચ છે. તેનાથી દર 4 મહિના બાદ પીરિયડ્સ આવે છે. ડેપો-પ્રોવરા પણ એક નવી રીત છે, જેમા દર 3 મહિનામાં શોટ લેવાના હોય છે. સામાન્યરીતે એ મહિલાઓ આ રીત અપનાવે છે, જે લાંબા સમય માટે અથવા તો પછી હંમેશાં માટે પીરિયડ્સ બંધ કરવા માંગે છે. પ્રોજેસ્ટિન IUD મેથડ અંતર્ગત ડૉક્ટર દર્દીમાં ઈન્ટ્રાયૂટેરાઈન ડિવાઈઝ નાંખી દે છે. તે પાંચ વર્ષ માટે હોય છે.

આ બધી જ રીતોમાં એક વાત કોમન છે કે, તેનાથી પ્રોજેસ્ટિન હોર્મોન બને છે. તે યૂટ્રેસની લાઈનિંગને પાતળી કરી દે છે જેને કારણે પીરિયડ્સમાં લોહીનો વહાવ હળવો થતા-થતા બંધ થઈ જાય છે. IUD માં દવા ડાયરેક્ટ યૂટ્રસ પર અસર કરે છે, જ્યારે બાકી રીતોમાં તે અપ્રત્યક્ષ રીતે અસર કરે છે.

શું ત્યારબાદ પણ મા બની શકાય?

જ્યાં સુધી દવાઓ અથવા ટ્રીટમેન્ટ ચાલી રહી છે, ત્યાં સુધી નહીં. પરંતુ, તેને અટકાવતા જ જો કપલ રિપ્રોડક્ટિવરીતે સ્વસ્થ હોય તો મા બનવામાં કોઈ પ્રોબ્લેમ નથી આવતો. જોકે, તેના પર હાલ સ્ટડી ચાલી રહી છે. ઘણા ડૉક્ટર એવુ પણ માને છે કે, ટીનેજર્સે તેનાથી બચવુ જોઈએ અને એ જ મહિલાઓ સપ્રેશન મેથડ પર જાય, જે પરિવાર બનાવી ચુકી છે. યુનિવર્સિટી ઓફ મિયામીએ 2021માં એક સ્ટડી કરી, જે અનુસાર મહિલાઓના વધુ દુઃખાવાને પણ પુરુષોના ઓછાં દુઃખાવાની સરખામણીમાં ઓછું જ માનવામાં આવે છે.

જર્નલ ઓફ પેનમાં છપાયેલા આ અધ્યયનમાં જણાવવામાં આવ્યું છે કે, ડૉક્ટર પોતે પણ પેન-ગેમને પ્રોત્સાહન આપે છે. ત્યાં સુધી કે, એક જ સર્જરી બાદ પુરુષોને દુઃખાવાની વધુ દવા અને વધુ કેર મળે છે જ્યારે એ જ સર્જરી બાદ મહિલા દર્દીને આરામ કરવાની સલાહ આપીને છોડી દેવામાં આવે છે. આ પેન-ગેપ પીરિયડ્સના દુઃખાવા પર પણ લાગુ થાય છે, જ્યાં દુઃખાવા છતા મહિલાઓ ખુલીને વાત નથી કરી શકતી. આ જ કારણ છે કે ઘણા દેશોની મહિલાઓ નાની ઉંમરમાં જ મેન્સ્ટ્રુઅલ સપ્રેશનનો સહારો લેવા માંડી છે. સામાન્ય ભાષામાં તેને પીરિયડ્સ ફિક્સિંગ પણ કહેવાય છે. ભારતમાં હાલ તેનું ચલણ નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp