તમે જાણો છો કે, છેલ્લીવાર ક્યારે કોઈ બળાત્કારીને ભારતમાં ફાંસી આપવામાં આવી હતી?

PC: gstatic.com

હૈદરાબાદમાં મહિલા ડૉક્ટર સાથે જે થયું, તે ઘટનાએ ફરી એકવાર ભારતના નાગરિકોની આંખોમાં આંસૂ લાવી દીધા છે. દેશમાં ફરી એકવાર મહિલાની સુરક્ષાને લઈને સવાલ ઊભા કરવામાં આવ્યા છે. લોકો ન્યાયની માગણી કરી રહ્યા છે અને રસ્તા પર વિરોધ કરી આરોપીઓને ફાંસીની સજા થાય તેની માગણી કરી રહ્યા છે.

પણ શું તમને ખબર છે કે, ભારતમાં છેલ્લીવાર ક્યારે કોઈ બળાત્કારીને ફાંસી આપવામાં આવી હતી?

14 ઓગસ્ટ, 2004:

આ એ તારીખ છે જ્યારે કોઈ બળાત્કારીને છેલ્લી વાર ફાંસીની આપવામાં આવી હતી. સગીરા વિદ્યાર્થીનો રેપ કર્યા બાદ તેની હત્યા કરવાના ગુનામાં ધનંજય ચેટર્જીને ફાંસી આપવામાં આવી હતી. તેને કલકત્તાની અલીપુર જેલમાં ફાંસી આપવામાં આવી હતી.

આ વાતને 15 વર્ષ થઈ ગયા છે. ત્યારથી લઈને અત્યાર સુધીમાં દેશમાં 4 લાખથી વધુ રેપના મામલાઓ થયા છે. પણ કાંઈ બદલાયુ નથી. અને આ 15 વર્ષમાં એકપણ રેપિસ્ટને ફાંસી આપવામાં આવી નથી.

ધનંજય ચેટર્જીને જ્યારે ફાંસી થઈ, ત્યારે કેન્દ્રમાં નવી UPAની સરકાર બની હતી. તે સમયે મનમોહન સિંહ પ્રધાનમંત્રી હતા અને ડૉ. એપીજે અબ્દુલ કલામ રાષ્ટ્રપતિ હતા. ધનંજયે રાષ્ટ્રપતિ સમક્ષ દયા અરજી પણ કરી હતી પણ રાષ્ટ્રપતિએ તે અરજી ફગાવી દીધી હતી.

મહારાષ્ટ્રમાં જ્યારે સત્તાનો ખેલ ચાલી રહ્યો હતો તે સમયે જ હૈદરાબાદમાં રેપની ઘટના બની હતી. પણ કાંઈ થયું નહિ અને સત્તાનો ખેલ ચાલતો રહ્યો. પણ હવે લોકો ફરી વાર ન્યાયની માગણી કરી રહ્યા છે અને નિર્ણયની માગ કરી રહ્યા છે.

દેશમાં રેપના આંકડાઃ

ભારતમાં દર વર્ષે 40 હજાર, દરરોજ 109 અને દર કલાકે 5 યુવતિઓની આબરુ લૂંટી લેવામાં આવે છે. દેશમાં GDP દર ઘટવાની ખબરો તો આવે છે પણ એવું ક્યારેય નથી બન્યું કે રેપના કેસો ઓછા થયા હોય.

  • પાછલા 10 વર્ષમાં લગભગ 2.79 લાખ રેપના મામલાઓ નોંધાયા છે
  • સરેરાશ 40 હજારમાંથી 10 હજાર રેપ સગીરા બાળકીઓ જોડે થયા છે
  • દર વર્ષે 2000 એવા મામલાઓ હોય છે જેમાં પીડિતાનું ગેંગરેપ થયું હોય
  • રેપના મામલાઓમાં માત્ર 25 ટકા રેપિસ્ટોને જ સજા થાય છે
  • રેપના 71 ટકા મામલા એવા હોય છે જેની નોંધ જ થતી નથી

દેશમાં હાલમાં IPCની અલગ અલગ ધારાઓ હેઠળ લગભગ 3 કરોડ મામલા એવા છે, જે જુદી જુદી અદાલતોમાં ન્યાય મળવાની રાહ જોઈ રહ્યા છે. તેમાંથી 30 લાખ કેસ તો એવા છે જે દેશની 21 હાઈકોર્ટમાં પેન્ડિગ છે. અને મહત્ત્વની વાત તો એ કે દોઢ લાખથી પણ વધારે કેસ માત્ર અને માત્ર રેપના છે.

દુનિયામાં રેપના આરોપીઓને સજાઃ

  • સાઉદી અરબમાં રેપના આરોપીનું માથું વઢી તેનો પ્રાઈવેટ પાર્ટ કાપી નાખવામાં આવે છે
  • અમેરિકામાં રેપના આરોપીને ઝેરી ઈન્જેક્શન આપી મારી નાખવામાં આવે છે
  • UAEમાં બળાત્કારીઓને અઠવાડિયાની અંદર જ ફાંસી આપી દેવામાં આવે છે
  • ચીનમાં DNA મેચ થયા પછી સીધા જ આરોપીને ફાંસી આપી દેવાય છે
  • ઈન્ડોનેશિયામાં રેપિસ્ટનો પ્રાઈવેટ પાર્ટ કાપીને શરીરમાં મહિલાઓના હાર્મોન્સ નાખી દેવામાં આવે છે
  • ઉત્તર કોરિયામાં માથામાં ગોળી મારી દેવામાં આવે છે
  • જર્મનીમાં ગેસ ચેમ્બરમાં નાખીને બળાત્કારીઓને સજા કરવામાં આવે છે

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp