બાળક એવું જ બનશે જેવું ઘરનું વાતાવરણ હશે

PC: bhaskar.com

બાળકોના વિકાસમાં સુખ-સગવડની સાથોસાથ એક વાતાવરણ સૌથી વધુ તેના માનસ પર અસર કરે છે. બાળકોના વિકાસમાં એમના પરિવારની સૌથી મોટી ભૂમિકા હોય છે. બાળક જે વાતાવરણમાં રહે છે એ જ વર્તણૂંક અને વ્યવહાર તે શીખે છે. માતા-પિતાની જાણતા-અજાણતા થયેલી ભૂલને કારણે બાળકોએ ભોગવવું પડ્યું હોય એવું અનેક વખત બન્યું છે. માતા-પિતામાં કોઈ મનમેળ ન હોય તો બાળકના માનસ પર તેની માઠી અસર થાય છે. ભાષાની દ્રષ્ટિએ ઘરમાં કોઈ પ્રકારનું સંતુલન ન હોય તો પણ ઘરમાં એક તણાવનો માહોલ જોવા મળે છે. બાળકો માટે ઘરનો માહોલ કેવો હોવો જોઈએ એ અંગે સ્પષ્ટતા કરે છે સાયકોલોજીસ્ટ તથા પેરેન્ટિગ એક્સપર્ટ નમ્રતાસિંહ

વાલીઓ શું કરે છે?

વાલીઓ એકબીજાનું સન્માન કરતા નથી. બાળકોની સામે લડાઈ-ઝઘડા કરે છે. આ ઝઘડામાં હલકી ભાષાનો ઉપયોગ કરવામાં આવે છે. ક્યારેક તેઓ એકબીજાને અપશબ્દો પણ કહે છે. મોટાભાગે એકબીજાના પરિવાર અને માતા-પિતાને લઈને ખોટી કોમેન્ટ કરવામાં આવે છે. ક્યારેક અલગ રહેવા અને તલાક જેવા મુદ્દાઓ પણ બાળક સામે ઉચ્ચારે છે.

બાળકો પર કેવી અસર?

આવી પરિસ્થિતિમાં બાળકોની ગુસ્સાની ભાવના વધી જાય છે. બાળકો આક્રમક વ્યવહાર કરવા લાગે છે. સામાન્ય વાતમાં પણ તેઓ બૂમબરાડા પાડવા લાગે છે. ઊંચા અવાજે વાતો કરવા લાગે છે. ઘણી વખત બાળકો ગુસ્સામાં વાલીઓ ઉપર પણ હાથ ઉપાડી લે છે. શરૂઆતમાં બાળકો વાલીઓ વચ્ચેની લડાઈમાં કોઈની તરફેણ કરતા નથી. પણ જેમ જેમ તેઓ મોટા થાય છે તેમ એ કોઈ એકનો પક્ષ લેવા લાગે છે અને લડાઈમાં સામિલ થઈ જાય છે. અભ્યાસમાં તેનું મન ઓછું લાગે છે. પરિણામમાં માર્ક પણ ઓછા આવે છે. સ્કૂલે જવાની ના પાડી દે છે અથવા સ્કૂલે જવાનું જ બંધ કરી દે છે. ઘરમાં રહીને ગેમ રમવા લાગે છે એવું અનેક વખત જોવા મળ્યું છે. કેટલાક બાળકો ડિપ્રેશનમાં આવી જાય છે. નવા લોકોને ખુલીને મળી શકતા નથી. નાની વાતમાં તેઓ ખૂબ ઝડપથી દુઃખી થઈ જાય છે.

શું કરવું જોઈએ?

વાલીઓએ પોતાના મતભેદની વાત બાળકો સામે ન કરવી જોઈએ. આવા મુદ્દાઓ એમનાથી દૂર રાખવા જોઈએ. બાળકોને વાલીઓની મોટી વાત જણાવીને બાળકો પાસેથી એવી સહાનુભુતી લેવાનો પ્રયત્ન ન કરે. વાલીઓ એકબીજાનું સન્માન કરે. એટલું જ નહીં બાળકોને પણ સન્માન કરતા શીખવે. જો બાળકમાં ઉપરના કોઈ લક્ષણ જોવા મળે તો સતર્ક થઈ જાવ. પોતાના પર અકુંશ જાળવો અને તેમ છતાં બાળકમાં એ યથાવત રહે તો કોઈ સારા કાઉન્સેલરને મળીને ફેમિલી કાઉન્સેલિંગ કરાવો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp