હૈદરાબાદમાં 6 વર્ષીયની રેપ બાદ હત્યા, મંત્રીએ કહ્યુ- આરોપી એન્કાઉન્ટરમાં મરાશે

PC: siasat.com

તેલંગણાની રાજધાની હૈદરાબાદમાં 6 વર્ષીય બાળકી સાથે બળાત્કાર અને હત્યાના કેસમાં ભારે જનાક્રોશ છે. બાળકી સાથે આ પ્રકારનું કુકર્મ કરનારો નરાધમ હજુ પણ પોલીસની પકડથી દૂર છે. હૈદરાબાદમાં પાછલા અઠવાડિયાનો રેપ અને હત્યાના મામલાનો આરોપી હજુ પકડાયો નથી. તેલંગણાના મંત્રી કેટી રામારાવે પહેલા ટ્વીટ કરી કહ્યું હતું કે તેને અમુક કલાકોમાં પકડી લેવામાં આવશે. તેની વચ્ચે તેલંગણાની ટીઆરએસ સરકારના એક મંત્રીએ કહી દીધું કે આ કુકર્મ કરનારા આરોપીને એન્કાઉન્ટરમાં મારવામાં આવશે.

તેલંગણા સરકારના શ્રમ મંત્રી મલ્લા રેડ્ડીએ કહ્યું, અમે આ કૃત્ય કરનારા નરાધમને પકડી લેશું. તેને પકડ્યા પછી એન્કાઉન્ટર થશે. પોલીસે આ નરાધમની એક તસવીર બહાર પાડી છે અને તેના વિશે માહિતી આપનારાને 10 લાખનું ઈનામ આપવામાં આવશે. આરોપીની ઓળખ પલ્લાકોંડા રાજૂ તરીકે થઇ છે. જે બાળકીનો પાડોશી કહેવામાં આવી રહ્યો છે. બાળકી તેના ઘરની અંદર મૃત મળી આવ્યા પછીથી તે ફરાર છે.

બાળકી 9 સપ્ટેમ્બરના રોજ સિંગરેની કોલોની સ્થિત તેના ઘરેથી ગુમ થઇ ગઇ હતી. બીજા દિવસે બાળકીનું શવ પાડોશીના ઘરેથી મળી આવ્યું. બાળકીનું શવ ચાદરમાં લપેટ્યું હતું.

શરૂઆતી રિપોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે નરાધમને પકડી લેવામાં આવ્યો છએ. પણ ત્યાર પછી આ સૂચના ખોટી નીકળી. હૈદરાબાદમાં સતત આ કેસને લઇ વિરોધ પ્રદર્શન થઇ રહ્યા છે અને વિસ્તારમાં તણાવ છે. પીડિતાના વિસ્તારના લોકો બાળકી અને તેના પરિવારને ન્યાય અપાવવાની માગને લઇ પ્રદર્શન કરી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે, હૈદરાબાદમાં લગભગ બે વર્ષ પહેલા એક વેટનરી ડૉક્ટર સાથે રેપ કર્યા પછી તેને જીવિત સળગાવી દેવામાં આવી હતી. આ કેસની તુલના નિર્ભયા ગેંગરેપ સાથે કરવામાં આવી અને આખા દેશમાં તેને લઇ ગુસ્સો ફૂટ્યો હતો. આ ઘટનાના ચારેય આરોપીઓ ત્યાર પછી કથિતપણે એન્કાઉન્ટરમાં ઠાર મરાયા હતા. આ એન્કાઉન્ટરને નકલી ગણાવતા ત્યાર પછી તેની સામે અરજી પણ દાખલ કરવામાં આવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp