દીકરાને સૈનિક બનાવવા માટે દિવ્યાંગ માએ ઉઠાવ્યુ ઐતિહાસિક પગલું

PC: newstracklive.com

આ સંઘર્ષગાથા એક એવી માતાની છે, જે બંને પગે દિવ્યાંગ છે, પરંતુ કોઈના પર બોજ નથી. સપનુ માત્ર પોતાના દીકરાને સૈનિકના યુનિફોર્મમાં જોવાનુ છે, જેથી તે ભારત માતાની રક્ષા માટે સરહદ પર જઈ શકે. આ મા જે સંઘર્ષ કરી રહી છે, તે બીજા એવા લોકો માટે પ્રેરણાદાયક છે, જેઓ દિવ્યાંગતાને લઈને પોતાના જીવનને ધિક્કારે છે.

રાયપુરથી આશરે 10 કિમી દૂર સેજબહાર વિસ્તારમાં રહેતી અંજલિ તિવારી નાનપણથી જ બંને પગે દિવ્યાંગ છે. લગ્ન થયા ત્યાં સુધી બધુ બરાબર હતુ, પરંતુ અચાનક તેનો પતિ બીમારીઓમાં સપડાવા માંડ્યો અને હવે તે ઘરે જ રહે છે. તેની દવાઓમાં હજારો રૂપિયાનો ખર્ચ થતો હતો. ઘરમાં ખાવાના પણ ફાંફાં પડી રહ્યા હતા. એવામાં અંજલિએ હિંમત હારીને બેસી રહેવાને બદલે નવી રાહ પર ચાલવાનુ શરૂ કર્યુ. અંજલિએ અત્યારસુધી બચાવેલા પૈસામાંથી ઈ-રિક્શા ખરીદી અને તે ચલાવતા શીખી.

આજે અંજલિ પોતાના પરિવારનુ પાલન-પોષણ કરવાની સાથે દીકરાના ઉજ્જવળ ભવિષ્ય માટે પણ વિચારી રહી છે. અંજલિ દદરોજ આ ઈ-રિક્શા ચલાવીને 700થી 800 રૂપિયા કમાય છે. જેમાંથી તે પોતાના દીકરા દુર્ગેશના ભણતર માટે પૈસા બચાવે છે. જેથી પોતાના દીકરાને કોઈ સારી સૈન્ય સ્કૂલમાં એડમિશન અપાવીને તેને સૈનિક બનાવી શકે. અંજલિ ઈચ્છે છે કે તેનો દીકરો સૈનિક બનીને દેશની સેવા કરે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp