સમય કરતા પહેલા યુવાન થઈ રહી છે તમારી દીકરી? સમજો તેના સંકેત અને ના કરો આ ભૂલ

PC: telegraph.co.uk

પ્યૂબર્ટી એ સમયને કહેવાય છે જેમા છોકરા અને છોકરીઓમાં શારીરિક બદલાવ શરૂ થઈ જાય છે. કિશોરાવસ્થા સુધી પહોંચવા દરમિયાન શરીરમાં ઘણા અંગોનો વિકાસ થાય છે અને ઘણા બદલાવ પણ જોવા મળે છે. આ પ્રક્રિયા સામાન્યરીતે છોકરીઓમાં 10થી 14 વર્ષની ઉંમરમાં શરૂ થઈ જાય છે, જ્યારે છોકરાઓમાં તે 12થી 16 વર્ષની ઉંમરમાં શરૂ થાય છે. પ્યૂબર્ટી (કિશોરાવસ્થા) દરમિયાન છોકરીઓ અને છોકરાઓમાં અલગ-અલગ ચેન્જીસ જોવા મળે છે. છોકરીઓમાં પ્યૂબર્ટી દરમિયાન બ્રેસ્ટ સાઈઝ વધવા માંડે છે. પરંતુ, બદલાતા સમયની સાથે છોકરીઓમાં સમય કરતા પહેલા જ પ્યૂબર્ટીના ઘણા મામલા જોવા મળી રહ્યા છે. તેને માટે પેરેન્ટ્સ ઘણીવાર ડૉક્ટર પાસે પણ જાય છે. આવો જ એક મામલો સામે આવ્યો છે, જેમા એક પેરેન્ટે ડૉક્ટરને જણાવ્યું કે તેની દીકરીની ઉંમર માત્ર 7 વર્ષ છે અને તે હજુ પણ ઢીંગલીઓ સાથે રમે છે. આ નાનકડી ઉંમરમાં જ તેની બ્રેસ્ટ સાઈઝ વધવા માંડી છે. એવામાં શું તેના માટે દૂધ અને મીટમાં રહેલા હોર્મોન જવાબદાર છે? કે પછી ખાવાનામાં રહેલા એન્ટીબાયોટિક્સ? સાથે જ પેરેન્ટ્સનો એવો પણ સવાલ હતો કે શું તેમની દીકરીને 8 વર્ષની નાનકડી ઉંમરમાં જ પીરિયડ્સ શરૂ થઈ જશે?

એક બાળ ચિકિત્સક અને એન્ડોક્રિનોલોજિસ્ટે જણાવ્યું, મેં એવી ઘણી છોકરીઓને જોઈ છે જેમણે નાનકડી ઉંમરમાં જ પ્યૂબર્ટીમાંથી પસાર થવુ પડે છે. અમે જાણીએ છીએ કે, જે છોકરીઓને સમય કરતા પહેલા પ્યૂબર્ટીમાંથી પસાર થવુ પડે છે, તેમણે ભવિષ્યમાં ઘણા પ્રકારની મેડિકલ અને સાયકોલોજિકલ સમસ્યાઓનો સામનો કરવો પડે છે. જેમકે, ડિપ્રેશન, મેદસ્વિતા, ઈટિંગ ડિસઓર્ડર અને સાથે જ કેન્સરનો પણ સામનો કરવો પડી શકે છે.

ઘણા લોકો પીરિયડ્સ શરૂ થવાને પ્યૂબર્ટીની શરૂઆત સમજી બેસે છે. પરંતુ, બ્રેસ્ટ અને પ્યૂબિક હેર્સ (પ્રાઈવેટ પાર્ટની પાસે વાળ)નો વિકાસ પ્યૂબર્ટીનો પહેલો સંકેત હોય છે. આર્મપિટમાંથી આવતી સ્મેલ, આર્મ્સના વાળ, ખિલ અને ત્યાં સુધી કે મૂડીનેસ પ્યૂબર્ટીના મેડિકલ લક્ષણ નથી પરંતુ, તેને તેની સાથે જોડવામાં આવે છે. જૂના જમાનામાં 8 વર્ષની ઉંમર પહેલા પ્યૂબર્ટીના સંકેતો દેખાવા સામાન્ય ગણાતું હતું પરંતુ, આજના સમયમાં 15 ટકા છોકરીઓમાં 7 વર્ષની ઉંમરમાં જ બ્રેસ્ટનો વિકાસ થવા માંડે છે અને 10 ટકા છોકરીઓમાં પ્યૂબિક હેર્સ આવવા માંડે છે. 8 વર્ષની ઉંમર સુધી 25 ટકા છોકરીઓની બ્રેસ્ટ સાઈઝ વધવા માંડે છે અને 10 ટકા છોકરીઓના પ્યૂબિક હેર્સ આવવા માંડે છે. 8 વર્ષની ઉંમર સુધી 25 ટકા છોકરીઓની બ્રેસ્ટ સાઈઝ વધવા માંડે છે, જ્યારે 20 ટકા છોકરીઓના પ્યૂબિક હેર્સ આવવા માંડે છે.

માઉન્ટ સિનાઈ હોસ્પિટલ અને સિનસિનાટી મેડિકલ સેન્ટર યુનિવર્સિટી તરફથી કરવામાં આવેલી એક સ્ટડીમાં જાણવા મળ્યું છે કે, પ્યૂબર્ટી જલ્દી શરૂ થવા પર મેદસ્વિતાનું જોખમ વધી જાય છે. ફેટ એક ખૂબ જ એક્ટિવ હોર્મોન ગ્રંથિ હોય છે અને ફેટ સેલ્સ બાકી હોર્મોન્સને એસ્ટ્રોજનમાં બદલી નાંખે છે. છોકરીઓમાં ફેટ ટિશ્યૂ વધુ હોવાથી પ્યૂબર્ટીની શરૂઆત જલ્દી થવાની સંભાવના વધી જાય છે. જોકે, તેના પર રિસર્ચ કરનારાઓનું કહેવુ છે કે તેમને નથી ખબર કે મેદસ્વિતા જ પ્યૂબર્ટી જલ્દી શરૂ થવાનું મુખ્ય કારણ છે કે પછી તેની પાછળ અન્ય કારણો પણ છે.

તેને લઈને ઘણા રિસર્ચ કરવામાં આવ્યા છે જેમા સ્ટ્રેસ અને પ્યૂબર્ટી જલ્દી શરૂ થવા વચ્ચે એક લિંક મળી આવી છે. રિસર્ચર્સનું માનવુ છે કે, જે છોકરીઓ ઘરેલૂં હિંસા અને ઘરમાં બાયોલોજિકલ પિતા વિના મોટી થાય છે, તેમના પીરિયડ્સ અન્ય છોકરીઓની સરખામણીમાં જલ્દી શરૂ થવાની સંભાવના વધુ છે. તેની પાછળની થિયરી એ છે કે, જ્યારે તમે એક લાંબો સમય સ્ટ્રેસમાં પસાર કરો છો તો તેનાથી મસ્તિષ્ક વહેલામાં વહેલું રિપ્રોડક્શન શરૂ કરી દે છે. રિપ્રોડક્શન માટે જવાબદાર હોર્મોન્સનો વિકાસ મસ્તિષ્કમાં થાય છે અને આ જ હોર્મોન્સ અર્લી પ્યૂબર્ટી માટે જવાબદાર હોય છે.

પ્યૂબર્ટીની શરૂઆત થવા પર દીકરીના માતા-પિતાએ આ વાતોનું રાખવુ ધ્યાન

ખુલીને વાત કરવી

જો તમારી દીકરી પણ પોતાના પ્યૂબર્ટી સ્ટેજમાં છે તો જરૂરી છે કે તમે તેને સરળ ભાષામાં તેના શરીરમાં થનારા બદલાવો વિશે જણાવો. જરૂરી છે કે, તમે તેને એ સમજાવો કે આ સ્ટેજમાં દરેક છોકરીએ આ બધાનો સામનો કરવો પડે છે. પરંતુ, તેનાથી ગભરાવાની જરૂર નથી કારણ કે આ કોમન છે. તેને તેના શરીરમાં થઈ રહેલા બદલાવો વિશે સહજતાનો અનુભવ કરાવો.

ઉંમર પ્રમાણે કરો વર્તન

ભલે તમારી દીકરીની પ્યૂબર્ટીની શરૂઆત જલ્દી થઈ ગઈ હોય પરંતુ, એ વાતનું ધ્યાન રાખો કે તેની સાથે મોટા લોકોની જેમ વર્તન ના કરો. જરૂરી છે કે તમે પોતાની દીકરી સાથે તેની ઉંમર પ્રમાણે જ વર્તન કરો. પ્યૂબર્ટીની શરૂઆત જલ્દી થવાનો મતલબ એ નથી કે તે મોટી થઈ ગઈ છે, આથી વાત કરતી વખતે તેની ઉંમર પ્રમાણે જ વર્તન કરો. ઘણા પેરેન્ટ્સ છોકરીઓને કપડાંને લઈને ટોકવાનું શરૂ કરી દે છે, તેને કારણે તે અસહજ થઈ જાય છે, તેનો આત્મવિશ્વાસ ડગી જાય છે. જરૂરી છે કે તમે તેને તેની સાઈઝ પ્રમાણે નહીં પરંતુ, ઉંમર પ્રમાણે કપડાં પહેરાવો. સાથે જ તેને એ બધુ જોવા દો જે તેની ઉંમરમાં છોકરીઓ જોવાનું પસંદ કરે છે.

દીકરીની ઈમોશનલ અને ફિઝિકલ હેલ્થ પર કરો ફોકસ

પ્યૂબર્ટીની શરૂઆત થવાથી તમારું બાળક નબળું થવા માંડે છે, એવામાં થોડી એવી એક્ટિવિટી શોધો જે તમે બંને સાથે મળીને કરી શકો અને વધુમાં વધુ સમય સાથે સ્પેન્ડ કરી શકો. જરૂરી છે કે, તમે તમારી દીકરીને પોતાના મનની વાત કહેવાની તક આપો અને તેને કમ્ફર્ટેબલ અનુભવ કરાવો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp