ખાતામાં હતા 10000 રૂપિયા, ગ્રાહકે ATMના ફોલ્ટનો ફાયદો ઉઠાવીને 9 કરોડ ઉપાડી લીધા

PC: zeebiz.com

પહેલી નજરે આ સમાચાર માન્યામાં આવે તેવા નથી કે ATMના ફોલ્ટને કારણે કોઇ વ્યકિત 9 કરોડ રૂપિયા જેટલી રકમ ઉપાડી શકે. પરંતુ આવું ઓસ્ટ્રેલિયમાં બન્યું છે. વાત જુની છે, પરંતુ એ માણસની ધરપકડ કરી લેવામાં આવી હતી.

ATM કે બેંકમાં ટેકનિકલ ખામીને કારણે ઘણી વખત ગ્રાહકોને નફો કે નુકસાન થાય છે. જો કે, જ્યારે બેંકને નુકસાન થાય છે, ત્યારે તેને પછીથી ભરપાઈ કરવી પડે છે. કેટલીકવાર ગ્રાહકોને સુધરવાની તક પણ મળે છે, પરંતુ આજે એક એવા કિસ્સા વિશે વાત કરીએ જ્યારે એક વ્યક્તિએ ATMની ભૂલ પકડી અને કોઈને કહ્યા વિના લગભગ નવ કરોડ રૂપિયા કાઢી લીધા હતા. આ ખૂબ જ ચર્ચિત મામલો હતો, તે પછી તે વ્યક્તિ પકડાઈ ગઈ અને સજા થઈ હતી.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ મામલો ઓસ્ટ્રેલિયાનો છે, આ વ્યક્તિનું નામ ડેન સોન્ડર્સ છે. આ વ્યક્તિએ ઘણા વર્ષો પહેલા 2011માં આ કૃત્ય કર્યું હતું. બન્યું એવું કે તે પૈસા ઉપાડવા ગયો ત્યારે રાતના 12 વાગ્યા હતા. તે સમયે કોઈ કારણોસર ATMનું ઈન્ટરનેટ કામ કરતું ન હતું અને તેમાંથી પૈસા ઉપડી રહ્યા હતા, પરંતુ ખાતમાંથી કપતા નહોતા. જ્યારે તેને આ વાતની ખબર પડી કે પૈસા ખાતમાંથી કપાતા નથી એટલે, તેણે ફરીથી  ATMમાંથી પૈસા ઉપાડી લીધા. તે પૈસા ઉપાડતો રહ્યો હતો.

અહેવાલોમાં ઉલ્લેખ છે કે તેણે ઘણા દિવસો સુધી આ કર્યું અને વચ્ચે તપાસ કરતો હતો કે તેના ખાતામાંથી પૈસા કપાયા તો  નથી ને. આમ કરીને તેણે લગભગ 9 કરોડ રૂપિયા લીધા અને કોઈને જાણ કર્યા વિના ત્યાંથી ગાયબ થઈ ગયો. તેણે આ પૈસામાંથી તેણે જબરદસ્ત જલસાં કર્યા અને દોસ્તેનો પણ કરાવ્યા. તે પ્રાઇવેટ જેટમાં ફરતો અને પબમાં દારૂ પીતો.

પછી થોડા મહિનાઓ પછી, તેણે પોતે જ બધાની સામે આ વાતનો ખુલાસો કર્યો. જ્યારે કોઈએ જઈને બેંક અને પોલીસને આ વાત કરી તો પોલીસે તેની ધરપકડ કરી. આ વ્યક્તિ વર્ષ 2016 સુધી આ ગુનામાં બંધ રહ્યો અને પછી બહાર આવતા તેણે ખાનગી નોકરી શરૂ કરી હતી.

ઘણા મીડિયા રિપોર્ટ્સમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે આ સમસ્યા માત્ર અને માત્ર ATMમાં ખામીના કારણે થઈ છે. આ વ્યક્તિએ એનો ફાયદો ઉઠાવ્યો અને તે પૈસા ઉપાડતો રહ્યો અને કોઈને કહ્યું નહીં

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp