114 વર્ષ બાદ ફરી ખોલાયું જૂનું મેડિકલ સ્ટોર, જાણો અંદર શું શું મળ્યું?

PC: oneindia.com

ઇતિહાસ સાથે જોડાયેલી કેટલીક વસ્તુઓ વર્તમાનમાં ધૂળ સાથે મળતા જ બદલાઈ જાય છે. પછી તેમાં એ વાત રહેતી નથી, જે પહેલા રહેતી હોય છે. પરંતુ હવે એક એવી જગ્યા મળી છે જે 114 વર્ષ જૂની છે. ત્યારબાદ તેને ન તો ક્યારેય કોઈએ બદલી છે, ન જોઈ છે. અમે અહી આ આર્ટિકલમાં એક મેડિકલ સ્ટોરની વાત કરી રહ્યા છીએ જે વર્ષ 1980માં ખોલવામાં આવ્યું હતું અને વર્ષ 1909 સુધી ચાલી હતી.

તેને બ્રિટનમાં વિલિયમ વ્હાઇટ નામનો વ્યક્તિ ચલાવતો હતો. તેના  મોત બાદ તે બંધ થઈ ગયું. હવે અહી તાળું ખોલવામાં આવ્યું છે. અહીથી હેરાન કરી દેનારી વસ્તુ મળી છે. મેટ્રો UKના રિપોર્ટ મુજબ, આ મેડિકલ સ્ટોરની શોધ આમ તો 80 વર્ષ અગાઉ થઈ હતી. વિલિયમ વ્હાઇટની પૌત્રીએ વર્ષ 1987માં આ બાબતે લોકોને જણાવ્યું હતું. હવે તેને લોકોને દેખાડવા ખોલવામાં આવ્યું છે.

અહી લિક્વિડ મેડિસિનથી ભરેલા જાર, ઊંચાઈ માપવા માટે સ્કેલ, ધૂળથી ભરેલું જૂનું ટાઈપ રાઇટર, આ અગાઉ દશકો સુધી તે લોકોની નજરમાં ન આવ્યું. વ્હાઇટના મોત બાદ તેના દીકરા ચાર્લ્સે આ સ્ટોર બંધ કરી દીધું હતું. તેને જોઈને એમ લાગે છે કે માનો સમય સાથે આ જગ્યા થંભી ગઈ હોય. એક સંસ્થાને જ્યારે આ બાબતે ખબર પડી તો તેણે તેને સંભાળવાની જવાબદારી લીધી. અહીં સામાનની ચાર્ટિંગ કરવામાં આવી. તેનું કહેવું છે કે તેણે બધા સામાનને પહેલાંની જેમ જ રાખ્યો છે, જેમ તે મળ્યો હતો.

એક પ્રવક્તાનું કહેવું છે કે સ્ટોરમાં મળેલા સામાનની તપાસ બાદ ખબર પડી કે વિલિયમ રાઇટર એક કેમિસ્ટ હતા. તેઓ ગ્રોસરીનો સામાન પણ ખરીદતા હતા, જેમ ચા, તંબાકુ અને વાઇન. જો કે, આ સામાનને હવે ખતરનાક પણ માનવામાં આવી રહ્યો છે કેમ એ એ સમયે બોટલોમાં બંધ કેમિકલ આજના સમયમાં જીવલેણ સાબિત થઈ શકે છે. દુકાનમાં કેટલીક ઔષધિઓ પણ મળી છે. જો કે, લોકો આ દુકાન જોવા માટે જરૂર આવી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp