મંદિરે દર્શન કરી પરત ફરી રહેલા લોકોની બસ ખીણમાં ખાબકી, 14 લોકોના મોત

PC: Youtube.com

નેપાળમાં મંદિરેથી શ્રદ્ધાળુઓને પરત લઇને ફરી રહેલી બસ ખીણમાં ખાબકી હતી. આ ઘટની જાણ પોલીસને થતા પોલીસ બચાવ કામગીરી માટે ઘટના સ્થળ પર પહોંચી હતી. આ ઘટનામાં 14 લોકોના ઘટના સ્થળ પર જ મોત નીપજ્યા હતા. પોલીસે બચાવ કામગીરી કરીને ઈજાગ્રસ્ત થયેલા 19 લોકોને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડ્યા હતા.

એક રિપોર્ટ અનુસાર રવિવારે સવારના સમયે 40 જેટલા શ્રદ્ધાળુઓ ભરેલી બસ કાલીનચૌક મંદિરથી ભક્તપુર પરત આવી ફરી રહી હતી. બસ જે સમયે સિંધુપાલ ચોકની પાસે પહોંચી હતી ત્યારે બસ ચાલકે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા બસ 100 મીટર ઊંડી ખીણમાં ખાબકી હતી. આ ઘટનામાં બસમાં સવાર ત્રણ બાળકો સહીત 12 જેટલા મુસાફરોના ઘટના સ્થળ પર જ મોત નીપજ્યા હતા અને બે લોકોના હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજ્યા હતા.

અકસ્માતની ઘટનાની જાણ થતા પોલીસ કાફલો ઘટના સ્થળ પર પહોંચ્યો અને બસમાં સવાર મુસાફરોને રેસ્ક્યુ કરવાની કામગીરી શરૂ કરી હતી. પોલીસ દ્વારા ઈજાગ્રસ્ત થયેલા 19 લોકોને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. પોલીસ દ્વારા બસને કાટમાળને દૂર કરવા માટે JCBની પણ મદદ લેવામાં આવી હતી. આ બસ અકસ્માતની ઘટનામાં ડ્રાઈવર પોતાનો જીવ બચાવીને ફરાર થઇ ગયો હતો પરંતુ કંડકટરની હાલત ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે.

પોલીસે મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, ગત 10 વર્ષોમાં રોડ અકસ્માતની ઘટનામાં મૃત્યુ પામનારા લોકોનો આંકડો 22 હજારને પાર કરો ગયો છે. છેલ્લા ઘણા વર્ષોથી ખરાબ થઇ ગયેલા રસ્તાઓના કારણે અકસ્માતની ઘટનાઓ વધી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp