26th January selfie contest

15 વર્ષ જૂનો આઇફોન આટલા રૂપિયામાં વેચાયો, યૂટ્યૂબરે કર્યું અનબોક્સિંગ, જુઓ Video

PC: khabarchhe.com

એપલે તેના પ્રથમ આઇફોનના લોન્ચ સાથે સ્માર્ટફોન માર્કેટમાં ક્રાંતિ લાવી, જ્યારે કંપનીના સ્થાપક સ્ટીવ જોબ્સે જૂન 2007માં અસલ આઇફોન 1 રજૂ કર્યો. 15 વર્ષ પછી અસલ iPhone શોધવો સરળ નથી, પરંતુ લોકપ્રિય YouTuber માર્કસ બ્રાઉનલીએ અનબોક્સિંગ માટે પહેલો iPhone ખરીદ્યો છે. તે સમયે રૂ. 41,000ની કિંમતે લોન્ચ થયેલા અસલ આઇફોન માટે માર્કસે લગભગ રૂ. 32 લાખ ચૂકવ્યા હતા,

પ્રથમ આઈફોન લોન્ચ કરતા, એપલના સહ-સ્થાપક સ્ટીવ જોબ્સે તેને 'આઈપોડ, ફોન અને ઈન્ટરનેટ કોમ્યુનિકેટર' કહ્યો હતો. ટેક સમીક્ષક અને YouTuber MKBHDએ હરાજીમાં 40,000 ડૉલર (લગભગ રૂ. 32 લાખ) માં બિડ કરીને આધુનિક સ્માર્ટફોન ડિઝાઇનનો પાયો નાખનાર આ ક્રાંતિકારી ઉપકરણનું મૂળ એકમ ખરીદ્યું. તેણે વિડિયો માટે ઉપકરણને અનબૉક્સ કર્યું, જેણે દેખીતી રીતે તેની કિંમત પહેલા કરતા ઓછી કરી દીધી.

YouTuberએ કહીને વિડિયોની શરૂઆત કરે છે કે, તેના બૉક્સમાં અને ખોલ્યા વિનાના iPhoneની કિંમત ઘણી વધારે છે કારણ કે અસલ બૉક્સમાં રાખેલો સ્પર્શ કર્યા વગરનો અસલ આઇફોન મળવો દુર્લભ છે. અસલ iPhone બોક્સ પ્લાસ્ટિકની કોથળીમાં લપેટાયેલું દેખાય છે, જેને હવે પેકેજિંગમાંથી દૂર કરવામાં આવ્યું છે, કારણ કે Apple દ્વારા પર્યાવરણને નુકસાનકારક પેકેજિંગને તબક્કાવાર બહાર કરી દેવામાં આવ્યું છે. બોક્સની અંદર, સિલ્વર બોડી અને નાની સ્ક્રીનવાળો અસલ આઇફોન જોવા મળ્યો હતો.

એપલ આઈફોનના બોક્સમાં ઈયરફોન અને ચાર્જિંગ એડેપ્ટર જેવી એસેસરીઝ હવે ઉપલબ્ધ નથી, પરંતુ મૂળ આઈફોન સાથે, પેકેજમાં કાળા રંગનું માઇક્રોફાઈબર કાપડ ઉપલબ્ધ હતું. તેમજ બોક્સમાં સ્ટીકરો, મેન્યુઅલ અને વાયર્ડ ઈયરફોન પણ જોવા મળ્યા હતા. બૉક્સમાં એક મોટી 30 પિન ચાર્જિંગ કેબલ પણ આપવામાં આવી હતી, જેનો ઉપયોગ તે દિવસોમાં Apple ઉપકરણોને ચાર્જ કરવા માટે થતો હતો. ચાર્જિંગ ડોકનો પણ પેકેજમાં સમાવેશ કરવામાં આવ્યો હતો. MKBHDએ ફોનનું AT&T વેરિઅન્ટ શોધી કાઢ્યું, જેમાં તેના સિમ સ્લોટમાં પહેલાથી જ એક મોટું સિમ કાર્ડ શામેલ કરવામાં આવ્યું હતું.

વિડિયોમાં, MKBHD જણાવે છે કે, અસલ iPhone Apple સ્ટોર દ્વારા વેચવામાં આવ્યો ન હતો અને વપરાશકર્તાઓ પાસે તેનું વૉલપેપર બદલવાનો વિકલ્પ પણ નહોતો. જો કે, તેમાં હેડફોન જેક આપવામાં આવ્યો હતો, જેને Appleએ iPhone 7 સિરીઝ અને પછીના મોડલ્સમાંથી હટાવી દીધો હતો. 2007માં ઉપકરણની કિંમત 499 ડૉલર અથવા લગભગ રૂ. 41,000 હતી. યુટ્યુબે તેને સેટઅપ કરવાનો પ્રયાસ કર્યો પરંતુ તે સરળ નહોતું, કારણ કે તેને પહેલા આઇટ્યુન્સ સેટઅપ કરવાની જરૂર છે, જે સોફ્ટવેર એપલે વર્ષ 2019માં બંધ કરી દીધું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp