26th January selfie contest
BazarBit

તાઈવાનના રાષ્ટ્રપતિના શપથ ગ્રહણ સમારોહમાં સામેલ થયા BJPના બે સાંસદ

PC: hongkongfp.com

ત્સાઈ ઈંગ-વેને બે દિવસ પહેલા તાઈવાનના રાષ્ટ્રપતિ પદના ફરીવાર શપથ લીધા. ન્ચુઝ વેબસાઈટ ધ પ્રિન્ટના જણાવ્યા અનુસાર, આ શપથ ગ્રહણ કાર્યક્રમમાં BJPના બે સાંસદો મીનાક્ષી લેખી અને રાહુલ કસ્વાને વીડિયો કોન્ફ્રેન્સિંગ દ્વારા ભાગ લીધો અને વેનને અભિનંદન પાઠવ્યા હતા. લેખી અને કસ્વાન સહિત દુનિયાભરના 41 દેશોની કુલ 42 ગણમાન્ય હસ્તીઓએ આ કાર્યક્રમમાં વીડિયો કોન્ફ્રેન્સિંગ દ્વારા જ ભાગ લીધો હતો. કારણ કે, કોવિડ-19ના પ્રકોરને કારણે તાઈવાનમાં વિદેશીઓના આગમન પર પાબંધી લગાવવામાં આવી છે. ધ્યાન રહે કે, ચીન તાઈવાનને સ્વતંત્ર રાષ્ટ્રનો દરજ્જો નથી આપતું અને તેને પોતાનો જ એક હિસ્સો ગણાવે છે.

ત્સાઈ ઈંગ-વેનના શપથ ગ્રહણ સમારોહમાં લેખી અને કસ્વાનના વર્ચ્યુઅલ પ્રેઝન્સ બાદ સવાલ એ ઉઠે છે કે, શું મોદી સરકારે તાઈવાન પ્રત્યે પોતાની નીતિ બદલી લીધી છે? સવાલ પાછળનું સૌથી મોટું કારણ એ છે કે, 2016માં જ્યારે ત્સાઈએ પહેલીવાર રાષ્ટ્રપતિ પદના શપથ લીધા હતા, ત્યારે મોદી સરકારને આમંત્રણ મળવા છતા પોતાના કોઈ સાંસદને તાઈવાન ન મોકલવાનો નિર્ણય લીધો હતો.

ધ પ્રિન્ટ અનુસાર, આ વખતે શપથ ગ્રહણ સમારોહમાં લેખી અને કસ્વાન ઉપરાંત ભારત-તાઈપે એસોસિએશનના કાર્યકારી મહાનિદેશન સોહંગ સેને પણ ભાગ લીધો. તાઈપેમાં તેમણે ભારતનું પ્રતિનિધિત્વ કર્યું. ધ્યાન રહે કે, સંયુક્ત રાષ્ટ્રના 194 સભ્ય દેશોમાંથી 179 દેશોના તાઈવાનની સાથે રાજકીય સંબંધ છે, પરંતુ ભારત અત્યારસુધી તેનાથી બચી રહ્યું છે.

ચીને શપથ ગ્રહણ સમારોહમાં ભારતીય સાંસદોના વર્ચ્યૂઅલ પ્રેઝન્સ પર તો કોઈ વિશેષ નિવેદન ના આપ્યું, પરંતુ તાઈવાની રાષ્ટ્રપતિને શુભેચ્છા સંદેશ આપનારા વિદેશી નેતાઓની નિંદા ચોક્કસ કરી. ચીની વિદેશ મંત્રાલયના પ્રવક્તા ગેંગ શુઆંગે પેડચિંગમાં સંવાદદાતાઓને કહ્યું, અમને આશા અને વિશ્વાસ છે કે, તેઓ તાઈવાનની આઝાદી માટે પૃથકતાવાદી ગતિવિધિઓનું ચીનની જનતા તરફથી વિરોધ કરવા અને રાષ્ટ્રીય એકીકરણની મૂળ ભાવનાનું સન્માન કરશે.

લેખી અને કસ્વાને પોતાના સંદેશમાં કહ્યું કે, ભારત અને તાઈવાન લોકતાંત્રિક મૂલ્યોમાં વિશ્વાસ ધરાવે છે. સંદેશમાં કહેવામાં આવ્યું, ભારત અને તાઈવાન, બંને લોકતાંત્રિક દેશ છે અને સ્વતંત્રતા તેમજ માનવાધિકારોના સન્માનના સરખા મૂલ્યોથી બંધાયેલા છે. છેલ્લાં કેટલાક વર્ષોમાં ભારત અને તાઈવાને દ્વિપક્ષીય સંબંધોમાં વ્યાપાર, નિવેશ અને લોકોના એકબીજા સાથેના આદાન-પ્રદાન જેવા ક્ષેત્રોમાં ખૂબ જ વિસ્તાર આપ્યો છે. મીનાક્ષી લેખીએ અલગથી પણ એક સંદેશ આપ્યો છે, જેમાં તેમણે ત્સાઈને અભિનંદન પાઠવતા તેમની સફળતાની કામના કરી હતી. લેખીએ પણ પોતાના સંદેશમાં ભારત-તાઈવાનના વ્યાપક સંબંધોની પ્રગાઢતાનો ઉલ્લેખ કર્યો.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp