આ જગ્યાએ 200 ફૂટ લાંબો ટાવર ચોરી લઈ ગયા ચોર! અજીબોગરીબ ચોરી જોઈને પોલીસ પણ દંગ
દુનિયામાં મોટા ભાગે ચોરીની ઘટના સામે આવતી રહે છે. ક્યાંક ઘરેનાઓની ચોરી, તો ક્યાંક રૂપિયાઓની ચોરી, ક્યાંક ઘરથી તો ક્યાંક બેંકથી ચોરી. પરંતુ દરેક સ્થિતિમાં અમેરિકામાં એક એવી ચોરી થઈ, જેની બાબતે જાણીને તમારું મગજ પણ ચકારવે ચઢી જશે, અમેરિકામાં એક રેડિયો ટાવરમાં અત્યાર સુધી અજીબોગરીબ ચોરીની ઘટના સામે આવી છે. અહી ચોરોએ 200 ફૂટ લાંબો ટાવર ચોરી લીધો. જ્યારે પોલીસને આ ચોરી બાબતે ખબર પડી તો તેનું મગજ પણ ચકરવે ચઢી ગયું.
અમેરિકાના અલાબામા રાજ્યમાં એક શહેર છે જેસપર. અહી એક નાના સ્તરનો રેડિયો સ્ટેશન છે, જેનું નામ છે WJLX. આ મહિનાની શરૂઆતમાં રેડિયો સ્ટેશનના સત્તાવાર ફેસબુક પેજ પર એક હેરાન ક ઘટના બાબતે બતાવવામાં આવ્યું છે. સ્ટેશનના માલિક બ્રેટ એલમોરે લખ્યું કે, તેમને ખબર હતી કે તેમના રેડિયો સ્ટેશનના વિસ્તારમાં ચોર ચોરી કરકી રહ્યા છે, પરંતુ તેઓ એ જાણતા નહોતા કે તેઓ ચોર કંઇ પણ ચોરી લેશે. 3 ફેબ્રુઆરીએ શેર કરવામાં આવેલી આ પોસ્ટમાં તેમણે જણાવ્યું કે, સવારે તેમાં રેડિયો સ્ટેશનના લૉંગ ટાવર પાસે સાફ સફાઇ કરાવવા ગયા હતા.
ટાવર થોડે દૂર હતો. જ્યારે તેઓ એ જગ્યા પર પહોંચ્યા તો જોઈને હેરાન થઈ ગયા કે ત્યાં ઓફિસમાં બળજબરીપૂર્વક ઘૂસણખોરી થઈ હતી. સામાન સાથે છેડછાડ કરવામાં આવી હતી અને આખે આખો ટાવર જ ગાયબ હતો. તો ટાવર 20 ફૂટ હતો. બ્રેટે કહ્યું કે, કોઇક પ્રકારે એ ચોર એ ટાવરને ત્યાંથી ઉખેડી લઈ ગયા. તેમને જ્યારે તેની બાબતે ખબર પડી તો તેમણે 2 વખત પૂછ્યું કે, શું તેમની ટીમના લોકો ટાવર જ ખોલી રહ્યા છે કે કંઈક બીજું! તેમના માટે એ વિશ્વાસ કરી શકવું મુશ્કેલ છે.
તેમણે જણાવ્યું કે, જ્યારે પોલીસને તેની બાબતે જણાવ્યું તો તે પણ ખૂબ હેરાન થઈ. તેમણે કહ્યું કે, ટાવર ચોરી થવાથી ખૂબ નુકસાન થયું છે. ચોરોએ માત્ર ટાવર જ નહીં, ટ્રાન્સમીટર પણ ચોરી લીધું છે. બંને ઓછામાં ઓછા 50 લાખ રૂપિયાના આવશે અને તેની કિંમત, લગાવવા અને અન્ય સામાનોની ખરીદીમાં 1 કરોડ રૂપિયાથી વધુનો ખર્ચ થઈ શકે છે. પોલીસ તપાસમાં લાગી છે, પરંતુ લોકોએ પણ મદદ માટે હાથ વધાયો છે. આ કારણે તેમણે એક ગો ફંડ મીનું કેમ્પેન શરૂ કરી દીધું છે, જેના માધ્યમથી તે ફરી ટાવર માટે પૈસા ભેગા કરી રહ્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp