એટલું ભયાનક તોફાન કે ઊડી ગયું 4 મહિનાનું બાળક, જાણો પછી શું થયું

PC: abcnews.go.com

‘જાકો રાખે સાઇયાં માર શકે ન કોઈ’, આ કહેવત તો તમે સાંભળી જ હશે, તેનો અર્થ એ હોય છે કે જેના રક્ષક ભગવાન પોતે હોય છે તેનું કોઈ કંઇ બગડી નહીં શકે. એવી ઘણી ઘટનાઓ મોટા ભાગે સામે આવતી રહે છે, જેમાં જોવા મળે છે કે કોઈ વ્યક્તિ ભયંકર પૂર કે તોફાન જેવી પ્રાકૃતિક આપત્તિમાં પણ જીવતી બચી જાય છે તો કોઈ જીવલેણ રોડ અકસ્માતમાં પણ એકદમ સુરક્ષિત બચી નીકળે છે. એવી જ એક ઘટના આજકાલ ચર્ચામાં છે, જેને લોકો ચમત્કાર માની રહ્યા છે.

અમેરિકાના ટેનેસી પ્રાંતમાં એટલો મોટું તોફાન આવ્યું કે એક 4 મહિનાના બાળકને સાથે ઉડાવી લઈ ગયું. બાળક જઈને એક ઝાડ સાથે લટકી ગયું અને હાલમાં તે સુરક્ષિત છે. બાળકના માતા-પિતાએ આખી ઘટનાની જાણકારી આપતા કહ્યું કે, તોફાન એટલું તેજ હતું કે તેનું આખું ઘર બરબાદ થઈ ગયું અને બાળકને તેના ઘોડિયા સહિત ઉડાવી લઈ ગયું હતું. સારી વાત એ રહી કે બાળક ઘોડિયા સહિત ઝાડ પર જઈને અટકી ગયું અને બચી ગયું.

BBC ન્યૂઝના એક રિપોર્ટ મુજબ તોફાન એટલું તેજ હતું કે 22 વર્ષીય સિડની મૂરના ઘરની છતને ઉડાવી લઈ ગયું. બાળક ઝાડ પર જઈને લટકી ગયું અને એ સમયે ત્યાં ખૂબ વરસાદ પડી રહ્યો હતો. આ બધુ સિડની મૂરની આંખો સામે થઈ રહ્યું હતું, પરંતુ જ્યાં સુધી તે કંઇ કરી શકે બાળક ખૂબ દૂર જઇ ચૂક્યું હતું. જો કે, સારી વાત એ રહી કે બાળક ઝાડ પર લટકેલું મળ્યું અને તે સુરક્ષિત હતું. જાણકારી સામે આવી કે જ્યારે ઘરની દીવાલો પડી રહી હતી તો ઘરના એક બાળકને પકડી લેવામાં આવ્યું હતું, પરંતુ એ આશા નહોતી કે બાળક ઊડી જશે. પરિવારે જણાવ્યું કે, તેમણે 10 મિનિટ સુધી નાના દીકરાની શોધ કરી અને અંતે તેણે એક પડેલા ઝાડ પાસે પડેલો મળ્યો.

માતા-પિતાએ જણાવ્યું કે, અમને લાગ્યું કે તે મરી ગયો છે. મૂરે કહ્યું કે, મને લાગી રહ્યું હતું કે, તે મરી ચૂક્યો છે અને અમે તેને શોધી નહીં શકીએ, પરંતુ ભગવાનની કૃપાથી તે ત્યાં જ હતું. મૂરની બહેન કેટલિન મૂરે તોફાનની ભરપાઈ માટે એક ફંડ એકત્ર કરવાનો પ્લાન પણ બનાવ્યો છે. તેનું કહેવું છે કે બાળક અને મૂરને સામાન્ય ઇજા થઈ છે, પરંતુ પરિવારના એક સભ્યનો હાથ તૂટી ગયો છે. હાલમાં સ્થિતિ સામાન્ય છે અને બાળક એકદમ સુરક્ષિત છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp