કુવૈતમાં એક બિલ્ડીંગની ભીષણ આગમાં 40 ભારતીયોના મોત, 30 ને ઇજા
કુવૈતમાં આવેલા મંગાફ શહેરમાં બુધવારે વહેલી સવારે એક બિલ્ડીંગમાં ભીષણ આગ ફાટી નિકળી હતી, જેમાં 41 લોકોના મોત થયા અને તેમાંથી 40 ભારતીય હતા. આ ઘટનામાં કુલ 50 લોકોને ઇજા થઇ છે, તેમાંથી 30 ભારતીય છે.
નોકરી કરવા માટે ઘણા ભારતીયો કુવૈત જતા હોય છે. ગુજરાતમાંથી પણ ઘણા લોકો જાય છે. મંગાફ શહેરની એક બિલ્ડીંગમાં 160 લોકો રહેતા હતા. બધા શ્રમિકો જ હતા.
કુવૈતની વસ્તી 42 લાખ છે તેમાંથી 10 લાખ ભારતીયો વસે છે.
બિલ્ડીંગના ગ્રાઉન્ડ પર આવેલા રસોડામાં આગ લાગી હતી જે ઉપર સુધી ગઇ હતી. કુવૈતના ગૃહ મંત્રીએ તાત્કાલિક બિલ્ડીંગના માલિકની ધરપકડ કરવાનો આદેશ કર્યો છે. એક જ કંપનીના કર્મચારીઓ રહેતા હોવાનું જાણવા મળ્યું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp