600 વર્ષ પ્રાચીન મસ્જિદને તોડ્યા વગર 2 KM દૂર શિફ્ટ કરાઈ, જાણો કેવી રીતે

PC: https://zeenews.india.com

 કોઇ મોટી ઇમારત વિશે તમે જાણતા હો અને બીજે દિવસે સવારે તમે ઉઠો ત્યારે એ ઇમારત  તેના સ્થળથી દુર ચાલી ગઇ હોય તેવું જણાય તો પહેલાં તો તમને સપનું જોતા હોય તેવું જ લાગશે, પણ સાચે જ એવું બન્યું હોય તો તમે અચંબમાં પડી જશો. આવું જ કઇંક બન્યું છે તુર્કીમાં. તુર્કીની એક વિશ્વ પ્રસિધ્ધ અને 600 વર્ષ જુની મસ્જિદ રાતોરાત તોડયા વગર 2 કિ.મી. દુર ચાલી ગઇ હતી.

તમે વિચારી રહ્યા હશો કે આ કોઇ મજાક કે ગપ્પાની વાત હશે, પરંતુ આ સત્ય છે. તુર્કીની આ મસ્જિદને તોડ્યા વગર 2 કિ.મી દુર શિફ્ટ કરવામાં આવી. આ શિફ્ટીંગને જોઇને દુનિયાભરના વૈજ્ઞાનિકો પણ મોં મા આંગળા નાંખી ગયા છે. તમે પણ મસ્જિદને શિફ્ટ કરવાના જુગાડની તસ્વીર જોશો તો તમે પણ દંગ રહી જશો. મસ્જિદને શિફ્ટ કરવા માટે પૈંડાવાળા વાહનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

તુર્કીમાં આવેલી આ ઐતિહાસિક મસ્જિદ 15મી શતાબ્દીમાં બનીને તૈયાર થઇ હતી અને આ ઐતિહાસિક મસ્જિદનું નામ છે અય્યૂબી મસ્જિદ છે. દેશી જુગાડની મદદથી 4600 ટનની આ ઐતિહાસિક મસ્જિદને 2 કિ.મી દુર બીજી જગ્યાએ સ્થળાંતરિત કરવામાં આવી. આશ્ચર્યની વાત એ છે કે મસ્જિદને તોડવામાં નહોતી આવી બલ્કે એને ત્રણ ભાગમાં ડિવાઇડ કરી દેવામાં આવી હતી.

તો મસ્જિદને શિફટ કરવાનો દેશી જુગાડ એ રીતે કરવામાં આવ્યો હતો કે પહેલાં ટેકનોલોજી અને રોબોટની મદદથી મસ્જિદને ત્રણ ભાગમાં ડિવાઇડ કરવામાં આવી અને 300 પૈંડાવાળા વાહનમાં દરેક ટુકડાને શિફ્ટ કરવામાં આવ્યો. મતલબ કે મસ્જિદને રસ્તાના માર્ગેથી અન્ય જગ્યાએ પહોંચાડવામાં આવી.

હવે તમને સવાલ થશે કે મસ્જિદને શિફટ કરવાની જરૂરિયાત કેમ ઉભી થઇ? તો તેનું કારણ એવું છે કે મસ્જિદની મૂળ જગ્યા પર તૂર્કીનો ચોથા નંબરનો સૌથી મોટો ડેમ બનાવવાની યોજના હતી. ઇલિસુ નામના આ બાંધ બાંધવાથી તુર્કીનું ઐતિહાસિક શહેર હસનકેફ પાણીમાં ડુબી જાય તેવી ચિંતા હતી એય્યુબી મસ્જિદ પણ હસનકેફમાં આવેલી છે. મસ્જિદને પાણીથી ડુબતી બચાવવા માટે તેને શિફ્ટ કરવામાં આવી.

હસનકેફ શહેર તૂર્કીનું સૌથી પ્રાચીન શહેર છે, જે 12 હજાર વર્ષ જુનું છે. હસનકેફ શહેરને 1981માં સુરક્ષિત શહેર જાહેર કરવામાં આવ્યું હતું. આ શહેરમાં ઘણી બધી ઐતિહાસિક ઇમારતો છે. મસ્જિદની સાથે આવી ઇમારતોને પણ હસનકેફ કલ્ચર પાર્કમાં શિફ્ટ કરવામાં આવી છે. આ ઐતિહાસિક મસ્જિદને ટિગ્રીસ નદીના કિનારે વસાવવામાં આવી છે. અહીં ત્રણેય ટુકડાઓને ફરી જોડીને મસ્જિદને ફરી વિસ્થાપિત કરી દેવામાં આવી છે. આ દરમ્યાન મસ્જિદને જરાયે નુકશા નહીં થયું હોવાનું જાણવા મળ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp