કૂતરાને ફેરવવા નીકળ્યો હતો શખ્સ, રસ્તામાં મળી કરોડો વર્ષ જૂની એવી વસ્તુ

PC: abcnews.go.com

એક વ્યક્તિ પોતાના કૂતરાને ફેરવવા નીકળ્યો હતો, પરંતુ ત્યારે જ તેના હાથે એવી વસ્તુ લાગી ગઈ, જેની બાબતે તેણે વિચાર્યું પણ નહોતું. આ શોધ તેણે 2 વર્ષ અગાઉ કરી હતી, પરંતુ તેને અત્યાર સુધી લોકોથી છુપાવીને રાખી હતી. જો કે, હવે તેણે તેની જાણકારી દુનિયાને આપી છે. આ ઘટના ફ્રાન્સની છે. ડેમિયન બેશેટો નામના વ્યક્તિને વર્ષ 2022માં 7 કરોડ વર્ષ જૂની એક વસ્તુ મળી હતી. એ જોવામાં ખૂબ વિશાળ હતી.

જ્યારે તેણે જાણકારી મેળવવાનો પ્રયાસ કર્યો તો ખબર પડી કે તે ડાયનાસોરનું હાડપિંજર છે. 25 વર્ષીય ડેમિયન બેશેટો કહે છે કે, તેણે આ શોધ ક્રૂઝીમાં પોતાના ઘર પાસે મોન્ટોલિયર્સના જંગલોમાં કરી છે. તે ફ્રાન્સના એક ગામમાં રહે છે. તે કહે છે કે, ક્રૂઝીની આસપાસના ક્ષેત્ર ડાયનાસોર અને એ સમયમાં રહેનારી અન્ય પ્રજાતિઓના જીવાશ્મોથી સમૃદ્ધ છે. 28 વર્ષથી ક્રૂઝી ફ્રાન્સમાં ક્રેટેશિયસ કાળના ડાયનાસોર જીવાશ્મોના સૌથી મોટા સંગ્રહ તરીકે ઓળખાય છે.

લાંબા ગળાવાળા ડાયનાસોર એવા પ્રાણી હતા, જેમના હાડપિંજર આજના સમયમાં ઘણી જગ્યાએ મળે છે. બ્રિટાનિકા મુજબ, તેના જીવાશ્મમાં 40 વિભિન્ન પ્રજાતિઓ સામેલ છે. જેમના પુરાવા એન્ટાર્કટિકાને છોડીને બધા મહાદ્વીપોમાં જોવા મળે છે. ડેમિયન બેશેટોને પહેલા માત્ર થોડા હાડકાં જ મળ્યા હતા, પરંતુ ત્યારબાદ આખું હાડપિંજર પણ મળી ગયું. તે કહે છે કે 'તે રોજની જેમ, સવારેની એક સામાન્ય રીતે ફરવા નીકળ્યો હતો.

તેણે કહ્યું કે, હું કૂતરાને લઈને જઇ રહ્યો હતો. ત્યારે જ પર્વતના ખૂણા પર ભૂસ્ખલન થયું અને મને ઘણા હાડકાં દેખાયા. તે નીચે પડી રહ્યા હતા. અમને થોડા દિવસ બાદ ખબર પડી કે આ હાડકાં એક જ જીવના છે. ક્રૂઝી સંગ્રહાલયના આર્કિયોલોજિકલ એન્ડ પેલિયોનટૉલોજીસ્ટ કલ્ચરલ એસોસિએશન (ACAP)ના સભ્યો સાથે ડેમિયન બેશેટોએ ખોદકામનું કામ કર્યું. જેમાં એ વિશાળ હાડપિંજર મળ્યું, પરંતુ તેના પરિણામોને આજ સુધી ગુપ્ત રાખવામાં આવ્યા, જેથી એ જગ્યાની રક્ષા કરી શકાય. તેને એક્ઝિબિશન માટે મ્યૂઝિયમમાં રાખવામાં આવશે. જ્યાં સામાન્ય લોકો પણ તેને જોવા આવી શકશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp