કતારમાં ઈન્ડિયન નેવીના 8 પૂર્વ અધિકારીઓને મોતની સજા, ભારત આપશે નિર્ણયને પડકાર

PC: indianexpress.com

અરબ દેશ કતારમાં 8 ભારતીયોને ગુરુવારે (26 ઓક્ટોબરના રોજ) ફાંસીની સજા સંભળાવવામાં આવી છે. આ મામલે ભારતીય વિદેશ મંત્રાલયે નિવેદન જાહેર કરીને કહ્યું કે, મોતની સજાના નિર્ણયથી અમે હેરાન છીએ. વિસ્તૃત નિર્ણયની રાહ જોવામાં આવી રહી છે. કતારમાં 8 મહિના અગાઉ ભારતીય નૌકાદળના 8 પૂર્વ અધિકારીઓની જાસૂસી કરવાના આરોપમાં ધરપકડ કરી હતી. આ ધરપકડ ગયા વર્ષે સપ્ટેમ્બરમાં થઈ હતી. આ બધા અધિકારી ભારતીય નૌકાદળમાં અલગ-અલગ પોસ્ટ પર કામ કરી ચૂક્યા છે.

તેમના પર ઇઝરાયલ માટે જાસૂસી કરવાનો આરોપ છે. આ 8 લોકોમાં પ્રતિષ્ઠિત અધિકારી પણ સામેલ છે. તેમણે એક સમયે પ્રમુખ ભારતીય યુદ્ધોપોતોની કમાન સંભાળી હતી. હાલમાં ડહારા ગ્લોબલ ટેક્નોલોજીસ એન્ડ કન્સલ્ટન્સી સર્વિસિસ માટે કામ કરી રહ્યા હતા. આ એક પ્રાઇવેટ ફર્મ છે, જે કતારના સશસ્ત્ર બળોને ટ્રેનિંગ અને તેની સાથે જોડાયેલી સર્વિસ ઉપલબ્ધ કરે છે. આ 8 પૂર્વ નૌકાદળના સૈનિકોનું નામ છે કેપ્ટન નવતેજ સિંહ ગિલ, કેપ્ટન બીરેન્દ્ર કુમાર વર્મા, કેપ્ટન સૌરભ વરિષ્ઠ, કમાન્ડર અમિત નાગપાલ, કમાન્ડર પૂર્ણેદુ તિવારી, કમાન્ડર સુગુનાકાર પકાલા, કમાન્ડર સંજીવ ગુપ્તા અને સેલર રાગેશ.

આ બધાને જાસૂસીના આરોપમાં પૂછપરછ કરવા માટે તેમના નિવાસથી ધરપકડ કરી લેવામાં આવી હતી. રિપોર્ટ મુજબ, આ 8 ભારતીયોની જામિની અરજીઓ ઘણી વખત ફગાવી દેવામાં આવી છે. કતારના અધિકારીઓએ તેમની કસ્ટડી વધારી દીધી હતી. ગુરુવારે કતારની કોર્ટે 8 ભારતીયોને ફાંસીની સજા સંભળાવી. વિદેશ મંત્રાલયે કહ્યું કે, અમે પરિવારના સભ્યો અને કાયદાકીય ટીમના સંપર્કમાં છે અને બધા કાયદાકીય વિકલ્પ તપાસી રહ્યા છીએ. આ કેમને ખૂબ મહત્ત્વપૂર્ણ માનીએ છીએ અને તેના પર સૂક્ષ્મતથી નજર રાખી રહ્યા છીએ. બધી કાંસુલર અને કાયદાકીય સહાયતા આપવાનું ચાલુ રાખીશું. નિર્ણયને કતારના અધિકારીઓ સામે પણ ઉઠાવીશું.

મંત્રાલયે કહ્યું કે, આ કેસની કારવાહી ગોપનીય પ્રકૃતિના કારણે, આ સમયે વધુ કોઈ ટિપ્પણી કરવું ઉચિત નહીં હોય. એક રિપોર્ટ મુજબ, ધરપકડ કરવામાં આવેલા મોટા ભાગના પૂર્વ અધિકારીઓની ઉંમર 60 વર્ષથી વધુ છે. તેમની વિરુદ્ધ લગાવવામાં આવેલા આરોપો પર પણ કોઈ સ્પષ્ટતા નથી. થોડા સમય અગાઉ એક પાકિસ્તાની મીડિયા રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, આરોપીઓની ઓળખ ભારતની ઇન્ટેલિજેન્સ એજન્સી, રિસર્ચ એન્ડ એનાલિસિસ વિંગ (RAW) માટે કામ કરનારાઓના રૂપમાં કરવામાં આવી છે અને કથિત રૂપે કતારમાં જાસૂસી ગતિવિધિઓને અંજામ આપતા પકડાઈ ગયા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp