9 વર્ષના છોકરાએ ગૂગલની મદદથી ટિકિટ વિના પ્લેનમાં કર્યો 3000KMનો પ્રવાસ!

PC: aajtak.in

બ્રાઝિલમાં રહેતા એક 9 વર્ષના છોકરાએ કર્યું એવું કારનામું, જેને જાણીને લોકો આશ્ચર્યચકિત થઈ ગયા છે. છોકરાએ એકલાએ લગભગ 3000 કિમીની મુસાફરી કરી, તે પણ પરિવારના સભ્યોને જાણ કર્યા વિના. છોકરો ઘર છોડીને પ્લેનમાં ચડી ગયો અને ટિકિટ વગર આટલું લાંબુ અંતર કાપી ગયો, પરંતુ તેના માતા-પિતાને તેની જાણ સુદ્ધાં નહોતી.

nypost.comના રિપોર્ટ અનુસાર, ઘરની બહાર નીકળતા પહેલા બાળકે ગૂગલ પર સર્ચ કર્યું હતું કે 'કોઈની નજરમાં આવ્યા વિના પ્લેનમાં કેવી રીતે બેસવું?' આ છોકરાનું નામ એમેન્યુઅલ માર્કસ ડી ઓલિવેરા(Emanuel Marques de Oliveira) છે, જે બ્રાઝિલના મનૌસ(Manaus) શહેરમાં તેના માતા-પિતા સાથે રહે છે. તાજેતરમાં, ઇમેન્યુઅલ વિમાનથી હજારો કિમી દૂર ટિકિટ વિના પહોંચી ગયો હતો અને કોઈને આ વાતની ખબર પણ ના પડી. એરપોર્ટ અધિકારીઓ અને સિક્યોરિટી ચેકને પણ આ વિશે કંઇ ખબર નહોતી.

ઘરમાંથી અચાનક ગાયબ Emanuel , 3 હજાર કિમી દૂરથી મળી આવ્યો!

રિપોર્ટ અનુસાર, જ્યારે ઈમેન્યુઅલના માતા-પિતા ગયા અઠવાડિયે સવારે ઊઠ્યાં ત્યારે તેઓએ તેને બેડરૂમમાં જોયો ન હતો. ઈમેન્યુઅલની માતાનું કહેવું છે કે તેણે તેના પુત્રને સવારે 5.30 વાગ્યાની આસપાસ સૂતો જોયો હતો, પરંતુ જ્યારે તે બે કલાક પછી ફરીથી તેના રૂમમાં ગઈ ત્યારે ઈમેન્યુઅલ ત્યાં ન હતો. તેણે ગભરાઈને તેના પતિ સાથે તેને શોધવાનું શરૂ કર્યું પરંતુ ઈમેન્યુઅલ ન મળ્યો અને આખો દિવસ તેની શોધખોળ કર્યા બાદ પોલીસને જાણ કરવામાં આવી હતી.

Emanuel ગૂગલ ની મદદથી ફ્લાઈટમાં ચડી ગયો હતો

વાસ્તવમાં 9 વર્ષનો ઈમેન્યુઅલ ઘરની નજીકના એરપોર્ટ (Manaus Air Port) પર પહોંચ્યો હતો. ત્યાં, બધાની નજર ટાળીને, તે મનાઉ(Manau) શહેરથી ગુઆરુલહોસ (Guarulhos) શહેરની લટામ ફ્લાઈટ(Latam Flight) માં બેસીને ટિકિટ વિના 2698 કિમી દૂર પહોંચી ગયો. જણાવવામાં આવી રહ્યું છે કે, ઈમેન્યુઅલે ગૂગલમાં સર્ચ કર્યું હતું કે પ્લેનમાં ટિકિટ વિના કેવી રીતે મુસાફરી કરવી. જો કે એ તપાસનો વિષય છે કે સિક્યોરિટી ચેકને ચૂકીને ઈમેન્યુઅલ પ્લેનની અંદર કેવી રીતે પહોંચ્યો.

સમાચાર અનુસાર, ઈમેન્યુઅલ ના પરિવારે 26 ફેબ્રુઆરીના રોજ તેના ગુમ થયાની માહિતી આપી હતી. દરમિયાન, જ્યારે ઇમેન્યુઅલ  ગુઆરુલહોસ(Guarulhos) શહેરમાં પહોંચ્યો, ત્યારે સ્થાનિક

પોલીસ તેને સલામત રીતે મનૌ(Manau) લઈ ગઈ. આ સાથે જ માનૌસ એરપોર્ટ(Manaus Airport)એ તપાસ શરૂ કરી છે કે બાળક ટિકિટ વગર, કોઈપણ દસ્તાવેજ અને સામાન વગર પ્લેનમાં કેવી રીતે બેઠો? તપાસમાં બાળકના પરિવારમાં કોઈ ગુનાહિત ઈતિહાસ મળી આવ્યો નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp