સાઉદી જઈ રહેલી ફ્લાઇટથી ઉતાર્યા 16 ભિખારી, પાકિસ્તાનીઓથી પરેશાન ખાડી દેશ

PC: independent.co.uk

પાકિસ્તાનની કંગાળી અને દુર્દશા કોઇથી છૂપી નથી. ત્યાંના લોકોને હવે બે ટંકના અન્ન માટે પણ વલખા મારવા પડી રહ્યા છે. કદાચ આ જ કારણ છે કે હવે પાકિસ્તાન ભીખરીઓનો એક્સપોર્ટર બની ગયો છે. હાલની ઘટનાઆ પાકિસ્તાનના મુલ્તાન એરપોર્ટની છે, અહી 16 ભીખારીઓને સાઉદી અરબ જનારી ફ્લાઇટથી નીચે ઉતારી દેવામાં આવ્યા. સંઘીય તપાસ એજન્સી (FIA)એ બે દિવસ અગાઉ મુલ્તાન એરપોર્ટ પર સાઉદી અરબ જનારી ફ્લાઇટોમાંથી ઉમરા તીર્થયાત્રીઓના વેશમાં 16 કથિત ભીખારીઓને ઉતારી દીધા.

પાકિસ્તાની ન્યૂઝ ચેનલ ડૉને FIAના સંદર્ભે જણાવ્યું કે, જે સમૂહને વિમાનથી ઉતારવામાં આવ્યું છે, તેમાં એક બાળક, 11 મહિલાઓ અને 4 પુરુષ સામેલ હતા. આ લોકો ઉમરા વિઝાના માધ્યમથી દેશ છોડીને અરબ ભાગી જવા માગતા હતા. ઇમિગ્રેશનની પ્રક્રિયા દરમિયાન FIA અધિકારીઓએ આ યાત્રીઓની પૂછપરછ કરી તો તેમણે કબૂલ્યું કે એ લોકો ભીખ માગવા માટે વિદેશ જઈ રહ્યા હતા. તેમણે એ પણ ખુલાસો કર્યો કે, તેમણે ભીખથી થતી કમાણીનો અડધો હિસ્સો પોતાની યાત્રા વ્યવસ્થામાં સામેલ એજન્ટોને આપવાનો હતો.

ઉમરા વિઝાની અવધિ સમાપ્ત થયા બાદ તેમણે પાકિસ્તાન ફરવાનું હતું. FIAએ મુલ્તાનના આ યાત્રીઓને વધુ પૂછપરછ કરી અને કાયદાકીય કાર્યવાહી માટે ધરપકડ કરી લીધી છે. આ ધરપકડ પ્રવાસી પાકિસ્તાની અને માનવ સંસાધન વિકાસ મંત્રાલય દ્વારા પ્રવાસી પાકિસ્તાનીઓ પર સીનેટ સમિતિ દ્વારા કરાયેલા ખુલાસાના એક દિવસ બાદ થઈ હતી કે ભીખારીઓને ગેરકાયદેસર રીતે વિદેશોમાં ભીખ માગવા માટે મોકલવામાં આવે છે.

મંત્રાલયના સચિવે સીનેટ પેનલને જણાવ્યું કે, વિદેશોમાં પકડાયેલા 90 ટકા ભિખારી પાકિસ્તાનના છે. ઈરાકી અને સાઉદી બંને રાજદૂતોએ આ ધરપકડના કારણે જેલોમાં ભીડ થવાની સૂચના આપી છે. સીનેટ પેનલને આપવામાં આવેલા રિપોર્ટમાં વિદેશ મંત્રાલયના સચિવ જુલ્ફિકાર હૈદરે જણાવ્યું કે, લગભગ 30 લાખ પાકિસ્તાની સાઉદી અરબ, 15 લાખ સંયુક્ત અરબ અમીરાત અને 2 લાખ કતરમાં છે.

મોટા ભાગના ભિખારી સાઉદી અરબ, ઈરાન અને ઈરાક જવા માટે હજ યાત્રા માટે આપવામાં આવતા વિઝાનો ફાયદો ઉઠાવે છે. એક વખત જ્યારે તેઓ ત્યાં પહોંચી જાય છે તો ભીખ માગવાની શરૂઆત કરી દે છે. પાકિસ્તાની અખબાર ‘ધ એક્સપ્રેસ ટ્રિબ્યુન’એ હૈદરના સંદર્ભે લખ્યું કે, મોટી સંખ્યામાં ભિખારી પાકિસ્તાન છોડી રહ્યા છે. હૈદરે એમ પણ જણાવ્યું કે, મક્કાની મસ્જિદ સિવાય ઘણા ધાર્મિક સ્થળોથી મોટી સંખ્યામાં ખિસ્સા કાતરુને પકડવામાં આવ્યા છે અને તેમાંથી મોટા ભાગના પાકિસ્તાની નાગરિક છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp