આ દેશમાં જાહેરમાં બુરખા પર પ્રતિબંધ, દેખાશે તો 91 હજાર રૂપિયા દંડ,કાયદાને મંજૂરી

PC: navbharattimes.indiatimes.com

ભારતમાં બુરખો પહેરવાને કારમે અનેક વખત વિવાદો ઉભા થાય છે અને હોબાળો પણ મચતો રહે છે ત્યારે સ્વિટઝરલેન્ડની સંસદે નવા કાયદાને મંજૂરી આપીને દેશમાં બુરખો પહેરવા કે ચહેરાને ઢાંકવા પર પ્રતિબંધ મુકી દીધો છે. સ્વિટરઝરલેન્ડની સંસદની નીચલા ગૃહે બુધવારે બુરખા પર પ્રતિબંધના સમર્થનમાં મતદાન કર્યું હતું. સ્વિટઝરલેન્ડની સંસદમાં આ બિલ મુસ્લિમ મહિલાઓના બુરખા પહેરવા અને ચહેરાને ઢાંકવા પર પ્રતિબંધ મુકવા માટે લાવવામાં આવ્યું હતું. આ બિલના પક્ષમાં 151 વોટ પડ્યા જ્યારે વિરુદ્ધમાં માત્ર 29 વોટ પડ્યા હતા. સેનેટે કાયદાની મંજૂરી આપી દીધી છે.

સ્વિટઝરલેન્ડની સંસદે જે બુરખા પહેરવા પર પ્રતિબંધના કાયદાને મંજૂરી આપી છે તે હેઠળ ઉલ્લંઘન કરનાર સમે 1 હજાર સ્વિસ ફ્રેંક વસૂલવામાં આવશે. ભારતીય રૂપિયા પ્રમાણે 91 હજારની રકમ થાય. મતલબ કે જો કોઇ જાહેરમાં બુરખામા દેખાશે તો તેણે દંડ ભરવો પડશે. આ કાયદાને ઉપલા ગૃહમાંથી પહેલેથી મંજૂરી મળી ગઇ હતી. પરંતુ હવે બંને ગૃહોમાં કાયદાને મંજૂરી મળી ગઇ છે. આ કાયદાનો જાહેર સ્થળો અને ખાનગી ઓફિસોમાં અમલ કરવો ફરજિયાત છે.

આ કાયદા હેઠળ સ્વિટઝરલેન્ડમાં પૂજા સ્થળોને બાદ કરતા જાહેર સ્થળો, ખાનગી ઇમારતો માં નાક. મોંઢુ અને આંખો બુરખાથી ઢાંકી શકાશે નહીં.

વર્ષ 201માં સ્વિસ મતદારોએ દેશમાં કેટલીંક મુસ્લિમ મહિલાઓ દ્રારા પહેરવામાં આવતા નકાબ કે બુરખા પર પ્રતિબંધની દરખાસ્તને મંજૂરી આપી હતી. એ પછી બિલના પ્રસ્તાવના વિરોધમાં સ્વિટઝરલેન્ડમાં વિરોધ પ્રદર્શનો શરૂ થયા હતા. અનેક મહિલા સંગઠનોએ આ બિલનો વિરોધ કર્યો હતો. કેટલાંક નારીવાદી સંગઠનોએ એવી દલીલ કરી હતી કે આ દરખાસ્ત બેકાર, રેસિસ્ટ અને જાતિવાદી છે.

આ પ્રતિબંધ એવા કપડાં પર છે જે નાક કે મોં અથવા બંનેને ઢાંકે છે. જો કે, આમાં કેટલીક છૂટ આપવામાં આવી છે, જેમ કે આ પ્રતિબંધ ધાર્મિક અને સાંસ્કૃતિક વિધિઓ અને અભિનય પ્રદર્શનમાં લાગુ થશે નહીં. તબીબી અને આબોહવા સંબંધિત સમસ્યાઓથી પીડિત લોકોને પણ રાહત આપવામાં આવી છે.

સ્વિત્ઝર્લેન્ડમાં બહુ ઓછી સ્ત્રીઓ બુરખો પહેરે છે. સ્વિટ્ઝર્લેન્ડના બે પ્રાંતોમાં પહેલાથી જ સમાન કાયદા છે. સંઘીય કાયદાની રચના બાદ હવે આ કાયદો સમગ્ર દેશમાં લાગુ થશે. યુરોપના કેટલાંક દેશો પહેલાથી જ આ પગલું લઇ ચૂક્યા છે. વર્ષ 2010માં જાહેરમાં બુરખા પર પ્રતિબંધ મુકનારો પહેલો દેશ બન્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp