વાયા દુબઇ USમાં ઘુસવા માગતા 96 ગુજરાતી પ્રવાસીઓ ફ્રાન્સમાં પકડાયા,કુલ 303

PC: webkhabristan.com

વિદેશમાં ગેરકાયદે ઘુસણખોરીના વિષયને લઇને બનેલી શાહરૂખ ખાન અભીનિત ‘ડંકી’ ફિલ્મ હજુ 22 ડિસેમ્બરથી સિનેમાઘરોમાં રીલિઝ થઇ છે ત્યારે ફ્રાન્સથી એક મોટ સમાચાર સામે આવ્યા છે. વાયા દુબઇ અમેરિકામાં ગેરકાયદે ઘુસવમા માંગતા 96 ગુજરાતી પ્રવાસી સહિત 303 ફ્રાન્સ એરપોર્ટ પર ઝડપાયા છે.

ફ્રાન્સમાં ગુજરાતી સહિત ભારતીયોની ધરપકડ થવાના અહેવાલેને કારણે ખળભળાટ મચી ગયો છે અને લોકોને ગેરકાયદેસર વિદેશમાં ઘુસાડનારા કબુતરબાજોમાં ફફડાટ ફેલાઇ ગયો છે.

જાણવા મળેલી વિગત મુજબ ફ્રાન્સના વેટ્રી એરપોર્ટ પર માનવ તસ્કરીની આશંકામાં ચાર્ટર્ડ ફલાઇટને રોકવામાં આવી હતી તો તેમાંથી 96 ગુજરાતી સહિત 303 પ્રવાસીઓ ગેરકાયદે ઘુસણખોરીમાં ઝડપાયા હતા. જેમાંથી 11 સગીર એવા છે, જેમના માતા-પિતા તેમની સાથે નથી.

દુબઇથી નિકારાગુઆ જઇ રહેલી ફ્લાઇટને ફ્રાન્સમાં રોકવામાં આવી હતી. ફ્લાઇટ અત્યારે ફ્રાન્સની કસ્ટડીમાં છે અને બધા પ્રવાસીઓને કોર્ટમાં રજૂ કર્યા પછી તેમને છોડવા કે નહી તે નક્કી કરવામાં આવશે. મતલબ અત્યારે બધા પ્રવાસીઓ અટવાઇ ગયા છે.

આ ઘટનાનો રિપોર્ટ ભારત સરકારને મોકલવામાં આવ્યો છે. આ બાબતે ભારત સરકારે નિવેદન આપ્યું છે કે ફ્રાન્સના વેટ્રી એરપોર્ટ પર ભારતીય દુતાવાસની ટીમ પહોંચી ગઇ છે અને અમારી આ ઘટના પર સતત નજર છે.

પેરિસ પોલીસે કહ્યું છે કે એક ગુપ્ત માહિતીને આધારે આ ફલાઇટને રોકવામાં આવી હતી. તપાસ પુરી ન થાય ત્યાં સુધી ફ્રાન્સ પોલીસ વિમાનને છોડશે નહીં. ફેંચ ઇન્ટેલિજન્સ એજન્સી અને પોલીસ આ મામલે સંયુક્ત તપાસ કરી રહ્યા છે.

મીડિયા અહેવાલોમાં જણાવવમાં આવ્યું છે કે, ફ્રાન્સના એરપોર્ટ પર અટકાવવામાં આવેલું વિમાન A340 એકક્રાફ્ટ છે. રોમાનિયાની લિડેન્ડ એરલાઇન્સે આ વિમાન કેટલાંક લોકો માટે બુક કરાવ્યું હતું. ઇંધણ અને ટેક્નિકલ કારણોસર ફ્રાન્સના વેટ્રી એરપોર્ટ પર વિમાનનું ઉતરાણ કરવાનું નક્કી થયું હતું, પરંતુ વિમાન લેન્ડીંગ થયું ત્યારે પોલીસનો મોટો કાફલો આવી ગયો હતો અને વિમાનનો કબ્જો લઇ લીધો હતો.

તમામ મુસાફરોને અત્યારે રિસેપ્શન હોલમાં રાખવામાં આવ્યા છે, પોલીસે કહ્યું કે જ્યાં સુધી તપાસ પુરી ન થાય ત્યાં સુધી મુસાફરોને સારી સુવિધા પુરી પાડવામાં આવશે.

દિવ્ય ભાસ્કરના અહેવાલમાં જણાવ્યા મુજબ અમદાવાદ, મહેસાણા, ગાંધીનગર જેવા શહેરામાં શશી રેડ્ડી નામના વ્યકિતનું માનવ તસ્કરીનું મોટું નેટવર્ક ચાલે છે. તે વ્યકિત દીઠ 80 લાખ રૂપિયા લઇને અમેરિકામાં ગેરકાયદેસર ઘુસાડવાનું રેકેટ ચલાવી રહ્યો છે. તે 1200 જેટલા લોકોને વાયા નિકારાગુઆ અમેરિકામાં ઘુસાડી ચૂક્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp