દુનિયાની 99 ટકા વસ્તી ખરાબ હવામાં લઈ રહી છે શ્વાસ, ભારતની સ્થિતિ સૌથી ખરાબ

PC: vox.com

પૃથ્વી પર 797 કરોડથી વધારે લોકોમાં 99 ટકા લોકો શુદ્ધ હવામાં શ્વાસ નથી લઈ રહ્યા. આ દાવો કર્યો છે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને. સંગઠને કહ્યું છે કે તેણે દુનિયાભરના 117 દેશોના 6000થી વધુ શહેરોમાં હવાની ગુણવત્તાની તપાસ કર્યા પછી આ પરિણામ કાઢ્યું છે. આખી દુનિયામાં સૌથી વધારે મુશ્કેલી સુક્ષ્મ પાર્ટિકુલેર મેટર અને નાઈટ્રોજન ડાયોક્સાઈડથી આવે છે. આ સમસ્યા સૌથી વધારે મધ્યમ અને નિમ્ન ઉંમરવાળા દેશોમાં જોવા મળે છે. આ ઘણી ડરાવનારી વાત છે કારણ કે આ રીતની હવા ઝેરીલી થતી જશે, તો થોડાક વર્ષોમાં જ માણસને હવા સાફ કરનારા કેમિકલ માસ્ક પહેરીને ફરવું પડશે. સંયુક્ત રાષ્ટ્રની હેલ્થ એજન્સીએ કહ્યું કે ઈંધણોનો ઉપયોગ અને તેમાંથી નીકળનારો ધુમાડો અને ગરમી જ ગંદી હવાના સૌથી મોટા કારણ છે.

જેના કારણે લોકોને શ્વાસ સંબંધી મુશ્કેલીઓ થઈ રહી છે. લાખો-કરોડો લોકો સમય કરતા પહેલા મરી રહ્યા છે, જેને રોકી શકાય છે. WHOએ છ મહિના પહેલા જ આખી દુનિયામાં હવાની ગુણવત્તાને લઈને નવી અને સખત ગાઈડલાઈન બહાર પાડી હતી. તેના પછી પણ આ હાલત છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને કહ્યું કે અમારી સ્ટડીમાં માત્ર શહેર જ સામેલ નથી. અમે ગામ અને નાના શહેરોની પણ સ્ટડી કરી છે. હવે નાના શહેરો અને ગામમાં પણ હવાની ગુણવત્તા પ્રમાણે ખરાબ ક્વોલિટી જોવા મળી રહી છે. લોકો મજબૂર છે આવી હવા શ્વાસમાં લેવા માટે. માણસના ફેફસામાં પાર્ટિકુલેટ મેટર ઝહેરની જેમ ભળી રહ્યું છે.

સૌથી ખરાબ હાલત પૂર્વી ભૂમધ્યસાગરના દેશો, દક્ષિણપૂર્વ એશિયાઈ દેશ અને આફ્રિકાની છે. મતલબ ભારત અને ચીન જેવા દેશોમાં આ હાલત ઘણી વધારે ખરાબ છે. WHOના પર્યાવરણ વિભાગના પ્રમુખ ડૉ. મારિયા નીરાએ કહ્યું છે કે કોરોનાને સહન કરવા પછી આ વાત સહેજ પણ સહન કરી શકાય તેમ નથી કે ગંદી હવાના કારણે દર વર્ષે 70 લાખ લોકોના મોત થાય છે. આપણે આ મોતને રોકી શકીએ છે. ડૉ. મારિયા કહે છે કે ગંદી હવાના કારણે સ્વાસ્થ્ય પર જ નહીં પરંતુ લોકોનું કામ પણ પ્રભાવિત થાય છે. જેનાથી તેમની કંપનીઓ પર અસર પડે છે અને તેને આર્થિક નુકસાન પણ થાય છે. આ સ્ટડીમાં ખાસ કરીને PM2.5 અને PM10ના સ્તરની તપાસ કરવામાં આવી છે. આ સિવાય પહેલી વખત જમીન સ્તર પર નાઈટ્રોજન ડાયોક્સાઈડની પણ તપાસ કરવામાં આવી છે.

આ પહેલા આવી સ્ટડી 2018માં કરવામાં આવી હતી. નાઈટ્રોજન ઓક્સાઈડ સામાન્ય રીતે માણસો દ્વારા ફેલાવવામાં આવી રહેલા ઈંધણના કારણે નીકળે છે. મતલબ ગાડીઓથી. તે પણ શહેરી વિસ્તારોમાં. જેના કારણથી દમ જેવી બીમારીઓ ઘણી ઝડપથી ફેલાઈ રહી છે. લોકો છીંકતા રહે છે, ખાંસતા રહે છે, શ્વાસ લેવામાં તકલીફ પણ થાય છે. તેની સૌથી વધારે માત્રા પૂર્વી ભૂમધ્યસાગરના આસપાસના દેશોમાં જોવા મળે છે. પાર્ટિકુલેટ મેટર(PM)ના પેદા થવાના ઘણો કારણો હોઈ શકે છે. જેમ કે વાહનો, પાવર પ્લાન્ટ્સ, ખેતી-વાજી, કચરાંને સળગાવવા અથવા ઉદ્યોગોમાંથી નીકળતા પ્રદૂષણથી. આ સિવાય પ્રાકૃતિક રીતે ઉડતી રણની ધૂળથી પણ તે ઉદ્દભવી શકે છે. વિકાશશીલ દેશોમાં આ સમસ્યા વધારે જોવા મળે છે. ભારતમાં PM10નું સ્તર ઘણું વધારે છે, જ્યારે ચીનમાં PM2.5નું સ્તર ખતરાના નિશાનથી પણ વધારે છે.

PM2.5 એવા સૂક્ષ્મ કણ હોય છે, જે તમારા ફેફસામાં અંદર સુધી જાય છે. તમારા લોહીમાં ભળી શકે છે, જેનાથી દિલની અને દિમાગની બીમારી થઈ શકે છે. દિલ્હીના CSEના એક્સપર્ટ અનુમિતા રાયચૌધરીએ કહ્યું છે કે આ સ્ટડીએ સ્પષ્ટ કરી દીધું છે કે આપણે વાયુ પ્રદૂષણથી લડવા માટે કેટલાંક બદલાવ કરવા પડશે. આખી દુનિયાએ ઈલેક્ટ્રિક ગાડીઓ તરફ વળવું પડશે. ગ્રીન એનર્જી તરફ વધવાની સાથે કચરાંને રિસાયકલ કરવો પડશે. ભારતમાં PM2.5નું 60 ટકા સુધીનું ઉત્સર્જન હાઉસહોલ્ડ અને ઉદ્યોગથી થાય છે. જેને આપણે અટકાવવું પડશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp