પાણીની નીચેથી મળ્યું 300 વર્ષ જૂનું શહેર, ડેમ સુકાયો તો ઘર દેખાયા

PC: bbc.com

ફિલિપાઈન્સમાં હાલમાં ભારે ગરમીનો કહેર જોવા મળી રહ્યો છે. ગરમી કેટલી ખતરનાક છે તેનો અંદાજ તમે એ વાત પરથી લગાવી શકો છો કે અહીંના ડેમ પણ સુકાવા લાગ્યા છે. ફિલિપાઈન્સમાં એક મોટો ડેમ સુકાઈ જતાં 300 વર્ષ જૂની વસાહત ફરી એક વખત ઉભરી આવી છે. નેશનલ ઈરીગેશન એડમિનિસ્ટ્રેશનના સુપરવાઈઝરી ઈજનેર માર્લોન પેલાડિને જણાવ્યું હતું કે, ઘણા મહિનાઓથી વરસાદ પડ્યો નથી. આને કારણે, નુએવા એસીજા પ્રાંતના પેન્ટાબાંગન ડેમમાં પાણી માર્ચમાં સુકાવા લાગ્યું. આને કારણે, ચર્ચ, મકબરા અને ટાઉન હોલ સહિતની મુખ્ય રચનાઓ હવે દેખાવા લાગી છે.

આ નગરનું નામ પેન્ટાબાંગન છે. 1970ના દાયકામાં જ્યારે ડેમ બનાવવામાં આવ્યો ત્યારે તે જળાશયને કારણે પાણીની નીચે ડૂબી ગયો હતો. પરંતુ હાલમાં લગભગ અડધો દેશ દુષ્કાળની ઝપેટમાં છે. જેના કારણે ડેમની જળસપાટી પણ નીચી ગઈ હતી. ફિલિપાઇન્સ સરકારની હવામાન એજન્સી PAGASAના ડેટા અનુસાર, 30 એપ્રિલે સ્તર સામાન્ય કરતા 50 મીટર ઓછું હતું. પલાદિને વધુમાં કહ્યું કે, 'ડેમના નિર્માણ પછી આ છઠ્ઠી વખત છે, જ્યારે આ શહેર ફરી એક વખત દૃશ્યમાન બન્યું છે. પરંતુ આ વખતે તે સૌથી લાંબા સમય માટે દેખાય છે.'

જ્યારે પણ પાણીનું સ્તર નીચે જાય છે ત્યારે આ નિર્જન નગર પર્યટન સ્થળ બની જાય છે. દક્ષિણપૂર્વ એશિયાના ઘણાખરા ભાગોની જેમ, ફિલિપાઈન્સમાં પણ છેલ્લા કેટલાક અઠવાડિયાથી ભારે ગરમી પડી રહી છે. અહીં તાપમાન 42 ડિગ્રી સેલ્સિયસને પાર કરી ગયું છે. જેના કારણે સામાન્ય જનજીવન ખોરવાઈ ગયું છે. શાળાઓ બંધ કરી દેવામાં આવી છે. લોકોને ઘરેથી કામ કરવાની સલાહ આપવામાં આવી છે. PAGASA હવામાનશાસ્ત્રી બેનિસન એસ્ટારેઝાએ જણાવ્યું હતું કે, આગામી દિવસોમાં તાપમાન વધુ વધી શકે છે.

ફિલિપાઇન્સમાં એપ્રિલ અને મે સામાન્ય રીતે ગરમ હોય છે. અહીં સરેરાશ તાપમાન 30થી ઉપર રહે છે. PAGASA ડેટા અનુસાર, છેલ્લા પાંચ દિવસમાં કેટલાક વિસ્તારોમાં હીટ ઇન્ડેક્સ 40 ડિગ્રીને વટાવી ગયો છે. ફિલિપાઈન્સ ઉપરાંત બાંગ્લાદેશમાં પણ કાળઝાળ ગરમીને કારણે શાળાઓ બંધ કરી દેવામાં આવી છે. થાઈલેન્ડમાં જાન્યુઆરીથી એપ્રિલ સુધીમાં હીટસ્ટ્રોકના કારણે 30 લોકોના મોત થયા છે. થાઈલેન્ડનું કહેવું છે કે 2023માં તાપમાન 37 ડિગ્રી હતું. પરંતુ મ્યાનમારના સરહદી વિસ્તારો પાસે તે 45 ડિગ્રીથી ઉપર છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp