પાકિસ્તાનના 35 વર્ષના યુવાને કેનેડાની 70 વર્ષની વૃદ્ધા સાથે લગ્ન કરી લીધા,બંને..

PC: aajtak.in

એવું કહેવાય છે કે પ્રેમને સરહદના વાડા, ઉંમરનો બાધ, જાતિ- ધર્મ કશું નડતું હોતું નથી. આજ કાલ સોશિયલ મીડિયાને કારણે સરહદપાર પ્રેમના કિસ્સામાં ખાસ્સો વધારો થયો છે. પાકિસ્તાનથી ભારત આવેલી સીમા હૈદર અને ભારતથી પાકિસ્તાન ગયેલી અંજૂની લવસ્ટોરી ચર્ચામાં છે. એવા સમયે પાકિસ્તાનના એક 35 વર્ષના યુવાન અને કેનેડાની 70 વર્ષની વૃદ્ધાની લવસ્ટોરી સામે આવી છે અને બંને જણાએ તાજેતરમાં પ્રભુતામાં પગલાં પાડી દીધા છે. જો કે લોકો એવું કહી રહ્યા છે કે આ કોઇ પ્રેમ બેમ નથી આ તો મહિલાની સંપત્તિ હડપવાનો ખેલ છે.

ડેલી પાકિસ્તાનના એક રિપોર્ટ મુજબ પાકિસ્તાનના 35 વર્ષના યુવાનનું નામ નઇમ છે. આ અખબારને આપેલા ઇન્ટરવ્યૂમાં નઇમે કહ્યું કે ઉંમરમાં મોટો ગેપ હોવાને કારણે લોકો મને મ્હેંણા ટોણાં મારે છે અને સાથે એમ પણ કહે છે કે લગ્ન માટે પ્રેમ નહીં, પણ કઇંક બીજું જ કારણ છે. જો કે હું આવા લોકોની વાત ધ્યાન પર લેતો નથી.

નઇમે કહ્યુ કે મારી પત્ની અને હું 10 વર્ષ પહેલાંથી ફેસબુક પર મિત્ર બન્યા હતા. વર્ષ 2017માં જ અમે લગ્ન કરવાનો વિચાર કર્યો હતો, પરંતુ કોઇક કારણોસર શક્ય બન્યું નહોતું. પરુંત હવે લગ્ન બંધનમાં બંધાઇ ગયા છે.

નઇમે કહ્યુ કે પહેલાં અમારા વચ્ચે માત્ર દોસ્તી હતી, પરંતુ એ દોસ્તી ક્યારે પ્રેમમાં બદલાઇ ગઇ તે ખબર જ ન પડી. નઇમ અને મહિલા વચ્ચે ઉંમરમાં અડધો ફરક હોવાને કારણે લોકો આ સંબંધ માટે ચિંતા વ્યકત કરી રહ્યા છે. કેનેડાની 70 વર્ષની મહિલા નઇમ સાથે લગ્ન કરવા માટે પાકિસ્તાન આવી હતી.

જો કે નઇમે ઇન્ટરવ્યૂમાં કહ્યું કે, મારી યોજના પત્ની સાથે કેનેડા જવાની છે. પત્નીની આરોગ્ય સમસ્યાને લઇને હું ઇચ્છતો નથી કે તેણી વધારે કામ કરે. નઇમે કહ્યું કે અમે આજીવિકા માટે યુટયૂબ ચેનલ શરૂ કરવા માટે વિચાર્યું છે.

નઇમે કહ્યું કે લોકો મને ગોલ્ડ ડિગર તરીકે બોલાવે છે. તેમનું માનવું છે કે પત્નીની સંપત્તિ હડપ કરવા માટે આટલી મોટી ઉંમરની હોવા છતા મેં લગ્ન કર્યા છે. તો એવા લોકોને મારે કહેવું છે કે મારી પત્ની એટલી ધનાઢ્ય કે સંપત્તિની માલિક નથી. તેની આવક માત્ર પેન્શનનની છે.

જો કે કેટલાંક લોકોનું કહેવું એમ પણ છે કે આવા પ્રકારના લગ્ન કરવા પાછળનું મુખ્ય કારણ વિદેશી નાગરિકતા મેળવવાનું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp