220 ટન વજનની ઇમારતને સાબુથી ખસેડવામાં આવી, વીડિયો આશ્ચર્યચકિત કરી દેશે

PC: cbc.ca

નોવા સ્કોટીયા, કેનેડામાં એક બાંધકામ કંપનીએ સાબુના બારનો ઉપયોગ કરીને આખી ઇમારત ખસેડી. આનો એક ટાઈમલેપ્સ વીડિયો પણ સામે આવ્યો છે, જેને જોઈને લોકો દંગ રહી ગયા છે. ઇમારતને શિફ્ટ કરવા માટે આઈવરી કંપનીના લગભગ સાબુના 700 બારનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

જો તમે કંઇક કરવાનો દ્રઢ સંકલ્પ કરી લો, તો કશું જ અશક્ય નથી! કેનેડાના એક શહેર નોવા સ્કોટીયામાં આવી જ એક ઘટના બની છે, જેણે આખી દુનિયાનું ધ્યાન ખેંચ્યું છે. અહીં એક રિયલ એસ્ટેટ કંપનીએ 197 વર્ષ જૂની ઈમારતને ડિમોલિશનથી બચાવવા માટે આખી ઈમારતને શિફ્ટ કરી દીધી. આ સાંભળીને ભાગ્યે જ કોઈ વિશ્વાસ કરશે, પરંતુ સાબુના 700 બારની મદદથી કારીગરોએ 220 ટન વજનની આખી ઈમારતને ખસેડી દીધી છે. આ ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો છે. આ જોઈને લોકો આશ્ચર્યચકિત થઈ ગયા છે. જોકે, કન્સ્ટ્રક્શન પેઢીએ જે રીતે આખી ઇમારત ખસેડી છે તે ખરેખર આશ્ચર્યજનક છે.

હકીકતમાં, કેનેડાના સ્કોટિયા શહેરમાં સ્થિત આ બિલ્ડિંગ 1826માં બનાવવામાં આવી હતી, જેને ત્યાર પછી વિક્ટોરિયન એલ્મવુડ હોટેલમાં બદલી દેવામાં આવી હતી. 2018થી આ ઈમારતને તોડી પાડવાની યોજના ચાલી રહી હતી. લાંબી લડાઈ પછી, જ્યારે કોઈ વિકલ્પ બચ્યો ન હતો, ત્યારે એક રિયલ એસ્ટેટ કંપની ગેલેક્સી પ્રોપર્ટીઝે તેને ખરીદ્યું અને એક ઐતિહાસિક ક્ષણ બનાવવા માટે તેને નવા સ્થાને ખસેડી હતી.

220 ટન વજનની આ વિશાળ ઇમારતને સાબુના 700 બારની મદદથી 30 ફૂટ સુધી ખસેડવામાં આવી હતી. S Rushton Constructionની ટીમે આ અશક્ય કાર્યને શક્ય બનાવ્યું છે. તેણે તેનો વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફેસબુક પર પણ શેર કર્યો છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, S. રશ્ટન કન્સ્ટ્રક્શન ફર્મના માલિક શેલ્ડન રશ્ટને જણાવ્યું હતું કે, તેણે રોલર્સનો ઉપયોગ કરવાને બદલે બિલ્ડિંગને સ્ટીલ ફ્રેમ પર નીચે ઉતારવા આઈવરીના સાબુનો ઉપયોગ કરવાનું નક્કી કર્યું કારણ કે તે સાબુ ખૂબ નરમ હોય છે.

કંપનીના માલિક શેલ્ડન રશ્ટને જણાવ્યું હતું કે, સાબુની મદદથી બિલ્ડિંગને 30 ફૂટ સુધી સરળતાથી ખસેડવામાં આવી હતી. નવો ફાઉન્ડેશન તૈયાર થયા પછી ભવિષ્યના આયોજનમાં બિલ્ડિંગને બીજે ક્યાંક શિફ્ટ કરવામાં આવશે. ભવિષ્ય માટે ઐતિહાસિક ઈમારતોની જાળવણી અને પુનઃસ્થાપન તરફ આ એક મોટું પગલું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp