કુવૈતમાં જ્યાં આગ લાગી તે બિલ્ડિંગના માલિકની કહાણી
કુવૈતમાં 12 જૂને એક બિલ્ડીંગમાં આગ લાગવાની ઘટનાને પગલે 45 ભારતીયોના મોત થયા હતા અને ભારતીય વિમાનમાં મૃતદેહો ભારત આવી ગયા છે. જે બિલ્ડીંગમાં આગની ઘટના બની હતી તેના માલિક NBTC કંપનીના માલિક કે બી અબ્રાહમની બિલ્ડીંગ હતી. કંપનીના કર્મચારીઓ અહી રહેતા હતા. કે બી અબ્રાહમ મૂળ કેરળના છે.
નવાઇની વાત એ છે કે વર્ષ 2023માં આ જ કે બી અબ્રાહમે શ્રમિકોની પીડી પર આધારિત ફિલ્મ મલયાલમ ભાષામાં બનાવી હતી અને એની જ બિલ્ડીંગમાં આગ લાગી જ્યાં કર્મચારીઓને ઘેટાં બકરાંની જેમ રાખવામાં આવતા હતા. શ્રમિકોના સંઘર્ષ પર આધારિત આ ફિલ્મનું નામ આડુજીતમ હતું અને આ ફિલ્મે 150 કરોડ રૂપિયાની કમાણી કરેલી. પણ કે બી અબ્રાહમે પોતાના જ કર્મચારીઓની સુરક્ષાનું ધ્યાન ન રાખ્યું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp