એક સાધુને લાગી 4 કરોડની લોટરી, રૂપિયાનો એવો ઉપયોગ કર્યો કે થઇ રહ્યા છે વખાણ

PC: facebook.com

થાઈલેન્ડના એક મોન્કે (બૌદ્ધ ભિક્ષુક) ચાર કરોડ રૂપિયાની લોટરી જીત્યા બાદ લોકોને દાન કરવાનું શરૂ કર્યું હતું. મોન્ક સ્થાનિક લોકોને, અન્ય મંદિરોમાં અને વિભિન્ન સંસ્થાઓમાં પૈસા દાન કરી રહ્યો છે. ઉત્તરી પ્રાંત નખોન ફ્નોમના આ 47 વર્ષીય મોન્કનું નામ ફ્રા ક્રૂ ફનોમ છે, જે Wat Phra That Phanom Woramahawihan નામના એક મંદિરમાં સેક્રેટરી પણ છે.

Thethaiger.com મુજબ, મોન્ક ફનોમે હાલમાં જ 18 મિલિયન baht (4 કરોડ રૂપિયાથી વધુ)નો લોટરી પુરસ્કાર જીત્યો છે, જેને તે હવે દાન કરી રહ્યો છે. તેનું કહેવું છે કે, હું સામાન્ય રીતે લોટરી ટિકિટની ખરીદી નથી કરતો. કેમ કે, ભિક્ષુકોએ કોઈ પણ પ્રકારના જુગારમાં શામેલ ન થવું જોઈએ. પણ, થોડા દિવસો પહેલા ફનોમે એક સ્થાનિક દુકાનદારની મદદ માટે એક લોટરી ટિકિટની ખરીદી કરી હતી. દુકાનદાર કોરોના મહામારીના દરમિયાન નબળી આર્થિક સ્થિતિનો સામનો કરી રહ્યો હતો.

‘જીતેલા પૈસા સ્વર્ગદૂતોના છે’

ફનોમનું માનવું છે કે, તે જે પૈસા જીત્યો છે, તે સ્વર્ગદૂતોના છે અને તે આ પૈસાને પોતાની પાસે રાખવા ઈચ્છતો નથી. આ જ કારણે, લોટરીમાં જીતેલા પૈસાને ફનોમે બીજા લોકોને દાન કરવાનો નિર્ણય લીધો હતો, ત્યાર બાદ ફનોમે સ્થાનિક લોકોને 200-200 baht (500-550 રૂપિયા) દાન કરવાના શરૂ કર્યા હતા.

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, પૈસા દાન કરવાની જાહેરાત કર્યા બાદ મોન્કની પાસે લોકોની લાઈન લાગી ગઈ હતી. હજારોની સંખ્યામાં લોકો મંદિર આવવા લાગ્યા, હવે સ્થિતિ એવી છે કે, પ્રાંતના અધિકારીઓ ભીડ પર ધ્યાન રાખી રહ્યા છે અને ભીડની વચ્ચે કોવિડ નિયમોનું પાલન પણ કરાવી રહ્યા છે. મોન્કે અત્યાર સુધી ક્ષેત્રના સ્થાનિક લોકોને કુલ 1.5 મિલિયન baht (34 લાખ) દાન આપ્યા છે, તેનું કહેવું છે કે તે બધા પૈસા (4 કરોડ) દાનમાં આપી દેશે.

મોન્ક ફનોમે થાઈ મીડિયાને કહ્યું કે, સ્વર્ગદૂતોએ તેને આર્શીવાદ આપ્યો છે કે, તે લોટરી જીતે અને લોકોની મદદ કરે. કેમ કે, તે છેલ્લા 10 વર્ષોથી મંદિરને સંભાળે છે. તેને કહ્યું કે, તે લોટરી ડ્રોના ત્રણ દિવસ પહેલા 061905 નંબરના ત્રણ લોટરી ટિકિટ લાવ્યો હતો. દુકાનદારે તેને ટિકિટ ખરીદી અપીલ કરી હતી.

જો કે, આ પ્રથમ વાર નથી જ્યારે કોઈ મોન્કે લોટરી જીતી છે, આના પહેલા પણ થાઈ મીડિયામાં ભિક્ષુકોએ લોટરી જીત્યાના સમાચાર આવ્યા છે. હાલમાં આટલી મોટી રકમ દાન કરવાના કારણે લોકો આ બૌદ્ધ ભિક્ષુકની પ્રશંસા કરી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp