એક નામ, ચહેરો અને મિત્ર...ફ્લાઈટમાં તેનો ડુપ્લીકેટ જોઈ માણસ ચોંકી ગયો અને પછી...

PC: goodnewsnetwork.org

વ્યક્તિ સાથે કેટલા સંયોગો બની શકે છે, તે પોતે કલ્પના કરી શકતો નથી. આવું જ કંઈક આ વ્યક્તિ સાથે થયું. તે ફ્લાઈટમાં એક વ્યક્તિને મળ્યો જે તેની ફોટોકોપી હતી. તે તેના જેવો જ દેખાય છે. નામ, પસંદગી અને મિત્રો પણ એક જ છે. બંને ફ્લાઈટમાં એક સાથે બેઠા હતા.

આ બંનેના નામ માર્ક ગારલેન્ડ છે. બંને થાઈલેન્ડના બેંગકોક જઈ રહ્યા હતા. બંનેના માથા પર વાળ નથી. મીડિયા સૂત્રોના રિપોર્ટ અનુસાર, 58 વર્ષીય માર્ક વ્યવસાયે બસ ડ્રાઈવર છે. જ્યારે તેને કહેવામાં આવ્યું કે, તે હીથ્રો એરપોર્ટ પર પહેલાથી જ ચેક ઇન કરી ચૂક્યો છે, ત્યારે તેને આશ્ચર્ય થયું.

પરંતુ ત્યાર પછી ખબર પડી કે, ફ્લાઇટમાં હાજર વ્યક્તિ તેના જેવો જ હતો. તેઓ 62 વર્ષના બિલ્ડર છે. 11.5 કલાકની ફ્લાઇટની મુસાફરી દરમિયાન બંને સાથે બેઠા હતા. આ દરમિયાન તેઓએ વાતચીત પણ કરી હતી. તેમને ખબર પડી કે તેમના ઘરો વચ્ચેનું અંતર માત્ર 15 માઈલ છે.

બંનેના એક મિત્ર પણ સરખો જ છે. બિલ્ડર માર્ક ઘણી વખત રસ્તામાં ડ્રાઈવર માર્કના ઘર પાસેથી પસાર થાય છે. સંજોગો અહીં જ સમાપ્ત થતા નથી. બંનેને ચાર બાળકો છે. બંને સિંગલ ફાધર છે. ડ્રાઈવર માર્ક કહે છે, 'હું 40 મિનિટ સુધી ચેક-ઈન કાઉન્ટર પર ઊભો રહ્યો. પછી અમારે બોર્ડિંગ ગેટ પર જવું પડ્યું, જેથી મૂંઝવણ દૂર થઈ જાય.'

નાના માર્કે કહ્યું, 'તે જોઈને અમને ખૂબ જ આશ્ચર્ય થયું, ખરેખર કેટલું આનંદદાયક હતું. અમે બંને તે વિશે હસતા અને સ્માઈલ આપતા રહ્યા, તેનાથી મને આનંદ થયો.' મેં કહ્યું કે 'તમે મારા માટે ઘણી તકલીફો ઉભી કરી દીધી છે', અને તેણે મને કહ્યું કે 'તમે મને ઘણી મુંઝવણમાં મૂકી દીધો છે'.

મેં તેને મારો પાસપોર્ટ બતાવ્યો અને કહ્યું, 'જુઓ હું માર્ક ગારલેન્ડ છું', અને તે હસવા લાગ્યો અને તેણે તેનો પાસપોર્ટ ખોલીને મને તેનું નામ બતાવ્યું, ખરેખર એક મજાક જેવું જ હતું.'

આ દરમિયાન, વડીલ માર્કએ કહ્યું, 'તે ગાંડપણ હતું,  મેં આજ સુધી આવું કંઈ પણ જોયું નથી.' તેણે કહ્યું કે, ત્યાં બીજો એક માર્ક ગારલેન્ડ આવ્યો. તે બારમાં આવ્યો, અને મારો પાસપોર્ટ બતાવવા માટે કહ્યું.

અહીં જ બંને પહેલીવાર મળ્યા હતા. એવું લાગ્યું કે, તમે તમારી જાતને અરીસામાં જોઈ રહ્યા છો. બસ ડ્રાઈવર માર્ક કહે છે, 'મને આશ્ચર્ય થયું કે આ કેટલું વિચિત્ર છે. લોકોએ કહ્યું કે, અમે ભાઈઓ હોઈ શકીએ.'

બિલ્ડર તરીકે કામ કરતા માર્ક કહે છે, 'તે ગાંડપણ હતું. હું આ વિશે ક્યારેય જાણતો ન હતો. હું ડેસ્ક પર ગયો અને ત્યાં એક માણસને જોયો જે બિલકુલ મારા જેવો દેખાતો હતો, પણ તે મારા કરતા થોડો લાંબો હતો. હું તેના કરતાં વધુ સારો દેખાઉં છું.'

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp