એક વ્યક્તિએ એવો દારૂ પીધો કે મહિના સુધી ન ઉતર્યો, બનાવ્યો અનોખો રેકોર્ડ!
આલ્કોહોલ હેંગઓવર સામાન્ય રીતે સવાર સુધીમાં અથવા થોડા કલાકોમાં દૂર થઈ જાય છે. પરંતુ શું તમે ક્યારેય એવા માણસ વિશે સાંભળ્યું છે, જેણે એટલો બધો દારૂ પીધો છે કે તેણે 4 અઠવાડિયા સુધી દારૂ ઉતાર્યો જ નહીં, તેણે એક મહિનાથી સતત માથાના દુખાવાની ફરિયાદ કરી હતી. આ માત્ર એક વાર્તા નથી, આવું ખરેખર એક વ્યક્તિ સાથે બન્યું છે. વૈજ્ઞાનિકોએ આ અંગે સંશોધન પણ કર્યું છે, જે આપણને જણાવે છે કે તેની સાથે આવું કેમ થયું? અને જો આવું કોઈની સાથે થાય તો શું કરવું જોઈએ?
સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા એક અહેવાલ મુજબ, થોડા મહિના પહેલા ધ લેન્સેટમાં એક સંશોધન પ્રકાશિત થયું હતું. સંશોધકોએ જણાવ્યું કે સ્કોટલેન્ડની એક હોસ્પિટલમાં 37 વર્ષીય વ્યક્તિને દાખલ કરવામાં આવ્યો હતો. તે એકદમ સુસ્ત દેખાઈ રહ્યો હતો. માથાનો દુખાવો અને તેને આંખોથી ધૂંધળું દેખાવાની ફરિયાદ હતી. તેને આ સમસ્યા એક-બે દિવસ નહીં પરંતુ એક મહિનાથી હતી. આવું શા માટે થઈ રહ્યું છે તે ડૉક્ટરો સમજી શક્યા નહીં. કારણ કે તેને માથામાં કોઈ ઈજા નહોતી થઇ, કોઈપણ પ્રકારનું ઈન્ફેક્શન પણ નહોતું.
જ્યારે ડોક્ટરોએ તે વ્યક્તિનું CT સ્કેન કર્યું તો વાર્તા અલગ જ દેખાઈ.તેના મગજની આસપાસ એક પ્રકારનું દબાણ દેખાતું હતું. જ્યારે ડોકટરોએ તેની જીવનશૈલી વિશે વાત કરવાનું શરૂ કર્યું, તો તે વ્યક્તિએ કહ્યું કે, તે તાજેતરમાં ઘણા દિવસોથી દારૂ પીતો હતો. એક વર્ષમાં તેણે લગભગ 60 પાઉન્ડ બીયર પીધી. જ્યારે ડોકટરોએ રક્ત પરીક્ષણ હાથ ધર્યું, ત્યારે લ્યુપસ એન્ટીકોએગ્યુલન્ટનું ઉચ્ચ સ્તર શોધી કાઢવામાં આવ્યું. ત્યારે ડોકટરો માનતા હતા કે, વધુ પડતો દારૂ પીવાથી ઓટો-ઇમ્યુન પ્રોબ્લેમ થાય છે. તેના શરીરે નેગેટિવ રિપોર્ટ્સ આપવાનું શરૂ કર્યું. તપાસ પછી ડોકટરોએ જણાવ્યું કે, વધુ પડતો દારૂ પીવાથી શરીરની કેટલીક સિસ્ટમમાં ગંભીર ખલેલ પડી શકે છે. પરંતુ આખરે તેની સારવાર શું છે? માર્કેટમાં ઘણી એવી પ્રોડક્ટ્સ છે જે હેંગઓવર મટાડવાનો દાવો કરે છે. કેટલાક ઘરગથ્થુ ઉપચાર પણ છે, પરંતુ આ વ્યક્તિને કોઈ ફાયદો થયો નહીં.
ડૉક્ટરોએ કહ્યું કે, આના માટે શ્રેષ્ઠ ઉપાય એ છે કે, બને તેટલો દારૂ ઓછો પીવો. બિન-આલ્કોહોલ પ્રવાહી પીવું, જે તમને હેંગઓવરથી બચાવી શકે છે. આનું કારણ એ છે કે આલ્કોહોલ મૂત્રવર્ધક પદાર્થ તરીકે કામ કરે છે. આનાથી શરીર પાણીને શોષતું અટકાવે છે અને પેશાબ દ્વારા પાણી સતત બહાર નીકળતું રહે છે. આના કારણે સમસ્યાઓ થાય છે. ડોક્ટરોએ જણાવ્યું કે, મોટાભાગના લોકો દારૂ પીતી વખતે પૂરતું પાણી પીતા નથી અથવા તો દારૂ સિવાય અન્ય કોઈ પ્રકારનું પ્રવાહી પીતા નથી. તેનાથી સમસ્યા વધે છે. આ પછી, મોં સુકાવું, ચક્કર આવવા, થાક લગાવો જેવી સમસ્યાઓ તમને પરેશાન કરશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp