માણસે બનાવેલા રોબોટે માણસ પર જ હુમલો કરી દીધો
દુનિયાના સૌથી ધનિક વ્યકિત એલન મસ્કની ઓટોમોબાઇલ કંપની ટેસ્લાની ફેકટરીમાં રોબોટે એક એન્જિનિયર પર હુમલો કરી દીધો હોવાની ઘટના સામે આવી છે. જો કે, સદનસીબે એન્જિનિયરનો બચાવ થયો છે.
અમેરિકાના ટેક્સસામાં આવેલી ટેસ્લા કંપનીમાં એક રોબોટને એલ્યુમિનિયમના હિસ્સાને પકડવા માટે ડિઝાઇન કરવામાં આવ્યો હતો, પરંતુ સોફટવેરમાં કોઇ ખામી ઉભી થઇ અને રોબોટે કાર પાસે ઉભેલા એક એન્જિનિયર પર હુમલો કરી દીધો હતો.
એન્જિનિયર અન્ય બે રોબાટ માટે સોફ્ટવેર પ્રોગામીંગ કરી રહ્યો હતો. રોબોટના ધાતુના પંજાથી એન્જિનિયરની પીઠ અને હાથ પર પ્રહાર કર્યો હતો અને કર્મચારી લોહીલુહાણ થઇ ગયો હતો. સાથી કર્મચારીઓએ ઇમરજન્સી બટન દબાવ્યું અને રોબોટને કોઇક રીતે રોકી લેવામાં આવ્યો અને એન્જિનિયરને રોબોટની પકડમાંથી છોડી લેવાયો હતો.
જો કે, આ ઘટના 2021માં બની હતી, પરંતુ તાજેતરમાં સર્જરી રિપોર્ટમાં આખી વાત બહાર આવી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp